Not Set/ યુપીનાં બિજનૌરમાં ફેક્ટ્રીમાં વિસ્ફોટ, 5 લોકોનાં મોત

યુપીનાં બિજનૈર જિલ્લામાં ફટાકડા ફોડવાના એક ગેરકાયદેસર કારખાનામાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.

India

યુપીનાં બિજનૈર જિલ્લામાં ફટાકડા ફોડવાના એક ગેરકાયદેસર કારખાનામાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. શહેર કોતવાલીનાં બક્ષીવાળા વિસ્તારમાં આ બન્યું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના પડઘા ખૂબ દૂર સુધી સંભળાયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.

કોતવાલી વિસ્તારમાં આવેલા બક્ષીવાલા વિસ્તારમાં આવેલા બુખારા ગામનાં આઉટર વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી કાર્યરત હતી. રોજની જેમ આજે પણ ફેક્ટરીમાં 09 મજૂરો કામ કરતા હતા અને ફેક્ટરી માલિક તાળુ મારીને બહાર ગયા હતા. તે જ સમયે, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો અને આ અકસ્માતમાં પાંચ મજૂરોએ જીવ ગુમાવ્યો. આ ઘટનાથી આસપાસનાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. આ બ્લાસ્ટમાં ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયા હતા અને રાહત બચાવમાં રોકાયેલા પોલીસ અને જિલ્લા વહીવટી ટીમે કાટમાળમાં દબાયેલા પાંચ મૃતદેહોને બહાર કાઠ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ચાર મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષક ડો.ધર્મવીરસિંહે માહિતી આપી હતી કે, કોન્ટ્રાક્ટર યુસુફની ધરપકડ કરવામાં આવી છે. તેણે કહ્યું કે યુસુફે ફટાકડા બનાવવાનું લાઇસન્સ લીધું હતું. ફેક્ટરીમાં કેમિકલ અને વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી, જેમાં આગને કારણે વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત થઇ ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…