ફેસબુક એ એવું માધ્યમ છે જ્યાં ઘણા બધા લોકોને પોતાનો સાચો પ્રેમ મળ્યો હશે. પોતાના સોલમેટને લોકો ફેસબુકનાં માધ્યમથી મળ્યા હશે. હવે ફેસબુક પર ખરા અર્થમાં તમે પાર્ટનરને શોધી શકો છો. ફેસબુકે ડેટિંગ ફીચર લોન્ચ કર્યું છે. ફેસબુકની સાઈટ પર આ ડેટિંગ ફીચર ઘણાં યુઝર્સ માટે અવેલેબલ થઇ ગયો છે. F8 કોન્ફરન્સમાં ફેસબુકે આ ડેટિંગ ફીચર વિષે જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા કંપની કોલમ્બિયામાં આ ફેસબુક ડેટિંગનું ટેસ્ટીંગ કરી રહી હતી. હવે આ સર્વિસ અવેલેબલ છે પરંતુ લીમીટેડ લોકો માટે જ. આ ફેસબુક ડેટિંગ કઈ રીતે કામ કરશે એ ક્લીયર થઇ ગયું છે. ટીન્ડર એપની જેમ આમાં લેફ્ટ કે રાઈટ સ્વાઈપ કરવાનું હશે નહી પરંતુ રીઅલ જિંદગીની જેમ તમારે સીધું પહેલ કરવાનું હોય છે અને પછી બસ સારું થવાની આશા રાખવાની હોય છે.
કોલમ્બિયામાં આ ફેસબુક ડેટિંગ લોન્ચ કરતા કંપનીએ ઘણી બધી અગત્યની વાતો જણાવી હતી.

ફેસબુક ડેટિંગ માત્ર કોલમ્બિયામાં જ અવેલેબલ છે. જેમાં ફેસબુક યુઝરને એક ઓપ્શન બતાવામાં આવશે કે તેઓ ફેસબુક ડેટિંગ ફીચરમાં આવવા માંગે છે કે નહી. જો યુઝર એમાં નહી આવતા હોય તો એમની પ્રોફાઈલ ડેટિંગ સર્વિસમાં નહી બતાવે.
આ ફીચર 18 વર્ષથી વધુ ઉમરના લોકો માટે જ છે. યુઝરનું સ્ટેટ્સ સીંગલ હોવું જરૂરી છે.
એકવાર તમે ફેસબુક ડેટિંગ પસંદ કરો એટલે તમારે એક ડેટિંગ પ્રોફાઈલ બનવાની રહેશે.
ડેટિંગ પ્રોફાઈલ બનાવા માટે યુઝરે પોતાનાં ફોનનાં GPS લોકેશનથી લોકેશન સેટ કરવાનું રહેશે. તમારી આસપાસનાં 100 કિમી વિસ્તારની અંદરના મેચીસ તમને બતાવામાં આવશે.
ડેટિંગ પ્રોફાઈલ બનાવતી વખતે તમારે વર્કપ્લેસ, એજ્યુકેશન, હાઈટ, ધર્મ વગેરે જેવી માહિતી આપવાની રહેશે. ઉપરાંત ફેસબુક તમને 20 સવાલો કરશે જેનાં જવાબના આધારે તમારી પર્સોનાલીટી પ્રોફાઈલ બનશે.
એકવાર પ્રોફાઈલ બની ગયા પછી ફેસબુક ઓલ્ગોરીધ્મ્સ તમને તમારી પ્રોફાઈલ મુજબ મેચીસ બતાવશે.
એક દિવસમાં 100 મેચિંગ પ્રોફાઈલ બતાવશે ફેસબુક.
તમારે પ્રોફાઈલ જોઇને ‘મેચ’ નો મેસેજ મોકલવાનો હોય છે. તમે માત્ર એક જ મેસેજ મોકલી શકો છો અને ત્યારબાદ તમારે જવાબની રાહ જોવાની રહેશે. જો સામે વાળી વ્યક્તિ જવાબ આપશે તો જ તમે આગળ વધુ મેસેજ કરી શકશો.
ભારતમાં આ ફીચર આવતા હજી સમય લાગશે. ફેસબુકનાં સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે આ ડેટિંગ ફીચરથી કંપની અર્થપૂર્ણ અને લાંબા સમયનાં સંબંધો ઈચ્છે છે. હાલ તો આ ફીચર કોલમ્બિયામાં જ અવેલેબલ છે.
