Not Set/ જમીન વિવાદ મામલો, ખેડૂત સમાજે જીલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

મોરબી મોરબી જિલ્લાના લજાઈ ગામે ખરાવાડની જમીન વિવાદ મામલે ખેડૂત સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ. લજાઈ ગામના ખેડૂત સમાજમાં પાટીદાર સમાજ, ક્ષત્રીય સમાજ, વોરા સમાજ, મુમના સમાજ, ખવાસ સમાજ, ખોજા સમાજ વિગેરે જ્ઞાતિનો સમાવેશ થાય છે. ખેડૂત સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે, લજાઈ ગામની ખરાવાડ જમીન રાજાશાહીના સમયથી ખેડૂત […]

Gujarat Trending

મોરબી

મોરબી જિલ્લાના લજાઈ ગામે ખરાવાડની જમીન વિવાદ મામલે ખેડૂત સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.

લજાઈ ગામના ખેડૂત સમાજમાં પાટીદાર સમાજ, ક્ષત્રીય સમાજ, વોરા સમાજ, મુમના સમાજ, ખવાસ સમાજ, ખોજા સમાજ વિગેરે જ્ઞાતિનો સમાવેશ થાય છે.

ખેડૂત સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે, લજાઈ ગામની ખરાવાડ જમીન રાજાશાહીના સમયથી ખેડૂત ખાતેદારોને ખરાવાડ આપવામાં આવેલ છે જેના રાજાશાહી વખતના લેખ પણ ખેડૂતો પાસે મોજુદ છે.

પરંતુ રબારી સમાજ દ્વારા આવેદન આાપી અને અરજીઓ કરી તેમજ ખોટા કોર્ટમાં કેસ કરવામાં આવે છે આ જમીનમાં રબારી સમાજનો કોઇપણ હિસ્સો ના હોવા છતાં તંત્રને અવળા માર્ગે દોરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે.

રબારી સમાજ માલધારી કોંગ્રેસ સેલ દ્વારા અપાયેલ આવેદનમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા અને પંકજ મસોતને રાજકીય રીતે બદનામ કરવાનું ખોટું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. જેથી લજાઈ ગામમાં શાંતિનું વાતાવરણ બને અને ભાઈચારો વધે તેમજ વિવાદનો ઝડપથી ઉકેલ આવે તેવી માંગ કરી હતી.