North Korea Disease: કોરોના મહામારી સાથેના યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયામાં એક નવો ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. કિમ જોંગ ઉને આ વાયરલ બિમારીથી પીડિત દર્દીઓની મદદ માટે તેમના તરફથી દવાઓનો માલ મોકલ્યો હતો. હાલમાં ઉત્તર કોરિયામાં ફેલાયેલી આ નવી બીમારી કેટલી ખતરનાક છે તેની કોઈ માહિતી નથી.
પેટ અને આંતરડા પર કરે છે હુમલો
ઉત્તર કોરિયાના હેજુ શહેરમાં પેટ અને આંતરડા પર હુમલો કરનારા આ નવા વાયરસના ચેપથી પીડિત દર્દીઓને કિમ વતી દવાઓ મોકલવામાં આવી હતી. ઉત્તર કોરિયાની સમાચાર એજન્સી કેસીએનએએ જણાવ્યું હતું કે કિમ જોંગ ઉને બુધવારે પશ્ચિમ બંદર શહેર હેજુમાં આંતરડાથી પીડિત દર્દીઓની મદદ માટે દવાઓ મોકલી હતી.
ગુરુવારે, ઉત્તર કોરિયામાં તાવના લક્ષણોવાળા વધુ 26,010 લોકો નોંધાયા હતા. એપ્રિલના અંત સુધીમાં, સમગ્ર દેશમાં તાવથી પીડિત લોકોની કુલ સંખ્યા 4.56 મિલિયનની નજીક નોંધાઈ હતી. તમને જણાવી દઈએ કે જે રીતે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા, તે જ રીતે કિમ જોંગ આ વખતે પણ ક્વોરેન્ટાઇન કરવાની સાથે અન્ય ઉપાયો પર ભાર આપી રહ્યા છે.
પ્યોંગયાંગ દરરોજ તાવથી પીડિત લોકોની સંખ્યા જાહેર કરી રહ્યું છે. જોકે તે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા નથી જણાવી રહ્યા. દેખીતી રીતે કિમ જોંગના દેશમાં ટેસ્ટિંગ કીટની અછત છે. દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીએ અગાઉ ધારાસભ્યોને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયામાં કોરોનાવાયરસ ફાટી નીકળવાની ઘોષણા થાય તે પહેલાં જ ટાઇફોઇડ જેવી બીમારીઓ ફેલાઈ ગઈ હતી. સિઓલમાં હયાંગ યુનિવર્સિટીની કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર શિન યંગ-જિને કહ્યું કે ઉત્તર કોરિયામાં ટાઈફોઈડ અને શિગેલોસિસ જેવા આંતરડાના રોગો ખાસ નવા નથી, પરંતુ મુશ્કેલીની વાત એ છે કે તે એવા સમયે આવે છે જ્યારે દેશ પહેલેથી જ કોવિડ સામે લડી રહ્યો છે.
આ પણ વાંચો: નો એન્ટ્રી/ આજથી ચાર મહિના સુધી સિંહ જોવા જવું નહિ : સિંહોનું વેકેશન શરૂ, પ્રવાસીઓ માટે સાસણમાં સિંહદર્શન બંધ
આ પણ વાંચો: શતરંજ/ હું રાજકારણમાં જોઈશ નહીં : અંતે નરેશ પટેલની જાહેરાત
