Surat News/ પિતાએ કરી સગીર પુત્રીની છેડતી, સુરતનો ચોંકાવનારો કિસ્સો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે. દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે. દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. નરાધમ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે અડપલા અને છેડતી કરી હતી. આમ પિતાપુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.

રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.  દીકરીએ પોતાની માતાને આ બાબતે વાતચીત કરતા જણાવ્યું હતું.  દીકરીની માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તાત્કાલિક નરાધમની ધરપકડ કરી.

આ બતાવે છે કે સુરતમાં મહિલા સુરક્ષા હવે માઝા મૂકી રહી છે. બાળકીઓ પોતે પોતાના ઘરમાં સુરક્ષિત નથી. હવે પિતા પોતે જ પુત્રીના પર હાથ નાખે તો પછી પુત્રી ક્યાં જાય. શું સમાજ હવે આ સ્થિતિમાં પહોંચી ગયું છે. માનવી હવે રીતસર પશુ બનવા તરફ આગળ ધપી રહ્યો હોય તેવું આ પ્રમાણ છે. હજી બીજા કોઈએ અડપલા કર્યા હોય તો પિતા પુત્રીની ઢાલ બનીને બચાવ માટે આગળ આવે છે. અહીં તો પિતા જ પુત્રીની શારીરિક હેરાનગતિ કરે છે.

પોલીસ પણ આ પ્રકારના બનાવના પગલે ચોંકી ગઈ હતી અને તેણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાકીદે પગલાં ભરી પિતાને જેલમા પૂરી દીધો છે. તેની સાથે પુત્રીની આ પ્રકારની ફરિયાદ સાંભળીને ફરિયાદ નોંધાવનારી માતાની હિંમતની પણ પોલીસે પ્રશંસા કરી હતી. પિતા સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હવે તે ચકાસણી કરશે કે તેનો પિતા પોર્ન જોવાની લત ધરાવતો હતો કે નહી. સામાન્ય રીતે આ પ્રકારની લત ધરાવનારાઓમાં આ વિકૃતિ જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 10 વર્ષની બાળકીની કરાઇ છેડતી

આ પણ વાંચો: 10 વર્ષના બાળક પર છેડતીનો આરોપ, મહિલાએ કહ્યું- જાહેરમાં આવું કર્યું, હું તો ડરી ગઈ

આ પણ વાંચો: દાહોદમાં આશ્રમ શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી