Not Set/ અમદાવાદ: હવસખોર પિતાએ જ પોતાની 9 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ, અમદાવાદના રામોલમાં સંબંઘોને શર્મશાર કરતો બનાવ સામે આવ્યો છે. રામોલમાં રહેતા એક પરિવારમાં હવસખોર પિતા તેની જ પુત્રી સાથે દુષ્કર્મ આચાર્યું હતું. ત્યાર બાદ માતાએ જ ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવીએ કે ગત તારીખ 17મીએ પિતા અને પુત્રી ઘરમાં એકલા હતાં. ત્યારે એકલતાનો લાભ લઇને હવસખોર પિતા તેની જ 9 […]

Top Stories Uncategorized
scfhasolclc 6 અમદાવાદ: હવસખોર પિતાએ જ પોતાની 9 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ,

અમદાવાદના રામોલમાં સંબંઘોને શર્મશાર કરતો બનાવ સામે આવ્યો છે. રામોલમાં રહેતા એક પરિવારમાં હવસખોર પિતા તેની જ પુત્રી સાથે દુષ્કર્મ આચાર્યું હતું. ત્યાર બાદ માતાએ જ ફરિયાદ નોંધાતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.

આપને જણાવીએ કે ગત તારીખ 17મીએ પિતા અને પુત્રી ઘરમાં એકલા હતાં. ત્યારે એકલતાનો લાભ લઇને હવસખોર પિતા તેની જ 9 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.

મામલો ત્યારે સામે આવ્યો જયારે પુત્રીએ સમગ્ર ઘટના તેની માતાને જણાવી. જે બાદ માતા અને અન્ય પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

મહત્વનું છે કે હાલ હોસ્પિટલમાં બાળકીની સારવાર થઇ રહી છે.