Not Set/ સારાની ફિલ્મ ‘લવ આજ કલ’ નું ટ્રેલર જોઇ પિતા સૈફ એ આપી પ્રતિક્રિયા

શુક્રવારે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કાલ’ નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનાં ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને આ દરમિયાન સૈફ અલી ખાને પણ ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, ફિલ્મનાં પહેલા ભાગમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. એક ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે ટ્રેલર […]

Uncategorized

શુક્રવારે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કાલ’ નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મનાં ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને આ દરમિયાન સૈફ અલી ખાને પણ ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, ફિલ્મનાં પહેલા ભાગમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા.

એક ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે ટ્રેલર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સૈફે કહ્યું કે, તેણે ટ્રેલર જોઇ લીધું છે અને પુત્રી સારાહ અને ફિલ્મની બાકી ટીમને શુભેચ્છા પાઠવી છે. રિપોર્ટ્સ અનુસાર, સૈફે એમ પણ કહ્યું હતું કે તેમને પોતાની લવ આજ કલ નું ટ્રેલર વધાર પસંદ આવ્યું હતુ.

ટ્રેલર વિશે વાત કરીએ તો ફિલ્મની વાર્તા પહેલા ભાગ જેવી જ છે, પાત્રો માત્ર અલગ-અલગ છે. જો સારાની તુલના દીપિકા સાથે કરવામાં આવે તો દીપિકા ફિલ્મનાં પહેલા ભાગમાં પરિપક્વ થઈ હતી, જ્યારે સારા થોડી બાળક લાગી હતી. કાર્તિક તેની ભૂમિકામાં પરફેક્ટ લાગ્યો હતો. કાર્તિકની ચોકલેટી બોય ઇમેજ તેના પાત્રને સંપૂર્ણ રીતે અનુકૂળ કરે છે. ફિલ્મનું ત્રીજુ પાત્ર આરૂશી શર્માનો લુક ગિસેલી મોન્ટીરોનાં પહેલા ભાગ સાથે મેળ ખાય છે, પરંતુ હા ગિસેલી આ ફિલ્મમાં શર્માળ હતી, જ્યારે આરુશી ગિસેલીની વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.