Not Set/ હોળીમાં આટલું કરશો તો આખુ વર્ષ જશે મસ્ત

અમદાવાદ હોળી આવે એટલે તેની સાથે અનેક માન્યતા,પ્રણાલી અને રિવાજો સાથે લાવતી હોય છે.દેશમાં હોળીનો પર્વ ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવે છે. માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં ફાગ ખીલે છે. ત્યારે એ ફાગની વધામણી કરવા માટે હોળી ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે જે પ્રહલાદ સાથે હોળીકાના દહનને […]

Navratri 2022

અમદાવાદ

હોળી આવે એટલે તેની સાથે અનેક માન્યતા,પ્રણાલી અને રિવાજો સાથે લાવતી હોય છે.દેશમાં હોળીનો પર્વ ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવે છે. માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં ફાગ ખીલે છે. ત્યારે એ ફાગની વધામણી કરવા માટે હોળી ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે જે પ્રહલાદ સાથે હોળીકાના દહનને પણ યાદ કરવામાં આવે છે માનવામાં આવે છે આજના  દિવસે ધર્મનો અધર્મ પર વિજય થયો તેવી આ પ્રણાલીને પ્રતિક રીતે મનાવવામાં આવે છે.

હવે માર્ચ મહિનાનો  આરંભ થયો છે ત્યારથી ગરમીને અહેસાસ થવા લાગ્યો છે.ગરમીના દિવસોમાં લુ લાગવી કે પછી ડિહાઇડ્રેશન થવું એ બહુ સામાન્ય છે.હોળી જ્યારે તપતી હોય ત્યારે તેની નજીક ઉભા રહેવાથી સમગ્ર ઉનાળા દરમિયાન લુ લાગવાથી બચી શકાય છે.

હોળીની સાથે સાયન્સ પણ જોડાયું છે.હોળીની સામે ઉભા રહેવાથી કમરના કે શરીરના બીજા દુખાવામાં પણ રાહત મળી શકે છે.

જયારે હોળીકાનું દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે સવારે હોળીકા દહનની જગ્યાએ જઈને તેની ભસ્મને લઈને પોતાના ઘરમાં રાખવામાં આવે તો પણ ઘરની સુખશાંતિ જળવાઈ રહે છે.

આ ભસ્મને પોતાના માથે લગાવવામાં આવે તો તેના જ્ઞાનમાં પણ વધરો થાય છે સાથે કોઈ પણ પ્રકારના ચામડીના રોગ હોય તો તેના પર લગાવવાથી તેમાં પણ ઘણો લાભ થાય છે.

ઉલ્લેખનીય છે કે ખજુર,ધાણી, ચણાનો ઉપયોગ પણ હોળીના દિવસોમાં વધુ જોવા મળે છે.