ગાંધીનગર/ ઓક્સિજનને લઈને રાજ્ય સરકાર દ્વારા કરાયો મહત્વનો નિર્ણય, જાણો કયો

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે  તેવામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો આપણને જોવા મળી રહ્યો છે .દર્દીઓ વધતા હવે ઓક્સિજનની માંગમાં પણ તીવ્ર વધારો આવ્યો છે. ત્યારે રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રૂપાણી સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ખાસ […]

Top Stories Gujarat
Untitled 192 ઓક્સિજનને લઈને રાજ્ય સરકાર દ્વારા કરાયો મહત્વનો નિર્ણય, જાણો કયો

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે  તેવામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો આપણને જોવા મળી રહ્યો છે .દર્દીઓ વધતા હવે ઓક્સિજનની માંગમાં પણ તીવ્ર વધારો આવ્યો છે. ત્યારે રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રૂપાણી સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં બીજી લહેરનો કોરોના વાઈરસ વધારે ઘાતક અને જીવલેણ છે. અને આ નવા સ્ટ્રેઈન કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સાથે જ દર્દીઓને વધારે ઓક્સિજનની જરૂર પડી રહી છે. તેવામાં અગાઉ અનેક હોસ્પિટલો દ્વારા ઓક્સિજન ન હોવાની બૂમરાળ મચી હતી. તે વચ્ચે હવે રૂપાણી સરકાર દ્વારા સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઓક્સિજન માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

સ્વર્ણિમ સંકુલ ખાતે શરૂ કરાયેલ આ કંટ્રોલ રૂમ હોસ્પિટલ અને મેન્યુફેક્ચરર વચ્ચે સંકલનનું કામ કરશે. અને ઓક્સિજન માટે કલેક્ટર અને મનપા કમિશનરે દૈનિક જરૂરિયાતની જાણ કંટ્રોલ રૂમને કરવાની રહેશે. જે બાદ કંટ્રોલ રૂમ દ્વાર જરૂરિયાત અને ઉત્પાદનના આધારે જથ્થો ફાળવશે. હાલ રાજ્યમાં આઠ ઓક્સિજન મેન્યુફેક્ચર એકમ છે. અને 1200 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા છે. જ્યારે રાજ્યમાં રાજ્યમાં 600થી 700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે.