બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ચીનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું છે કે તેણે રુસો-યુક્રેન યુદ્ધમાં યોગ્ય પક્ષને સમર્થન કરે. તેમણે દાવો કર્યો હતો કે બેઇજિંગના વિચારોથી પરિવર્તન”ના કેટલાક સંકેતો જોવા મળ્યા છે.
ધ સન્ડે ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં, બ્રિટીશ વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન એક નવો વૈશ્વિક સરમુખત્યારશાહી વ્યવસ્થા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ચીન આ પગલાની નિંદા ન કરીને ઇતિહાસની ખોટી બાજુ તરફેણ કરી રહ્યું છે.
બ્રિટિશ વડા પ્રધાને કહ્યું, ‘મને લાગે છે કે ચીનમાં અભિપ્રાયમાં થોડો ફેરફાર જોઈ શકો છો.તેમણે વધુમાં કહ્યું કે ‘મને નથી લાગતું કે મેં પહેલાં ક્યારેય સાચા અને ખોટાનો સ્પષ્ટ કેસ જોયો હોય. પહેલા ક્યારેય મેં સારા અને ખરાબ વચ્ચેનો આટલો સ્પષ્ટ ભેદ જોયો નથી કારણ કે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. તે એકદમ સ્પષ્ટ છે કે યોગ્ય વસ્તુ યુક્રેનિયન બાજુ પર છે. તેમની દુર્દશા દુનિયાની સામે છે, તેથી મને લાગે છે કે લોકો છેલ્લા 3 અઠવાડિયાથી ચાલી રહેલા પરિવર્તનને સમજી રહ્યા છે.
