વિવાદ/ આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

આ કોઈ પ્રથમ એડ નથી કે જેને લઈને વિવાદ થયો છે.  આની પહેલાં પણ ઘણી બધી એડ આવી છે જેમાં ખૂબ બબાલો થઈ. ઘણી કંપનીઓએ એડ ડિલીટ કરવી પડી તો ઘણાએ માફી માગવી પડી છે.

Entertainment
main 4 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

આલિયા ભટ્ટ હાલ ક્લોધિંગ બ્રાન્ડ ‘મોહે’ની એડમાં દેખાઈ રહી છે. ઘણા લોકોને આ જાહેરાત ગમી તો ઘણા યુઝર્સ એડને લીધે આલિયાને ટ્રોલ કરી રહ્યા છે. ‘મોહે’ના બ્રાઇડલ કલેક્શનની એડમાં આલિયા ભટ્ટ દુલ્હન બની છે અને એડમાં તે કન્યાદાનની જગ્યાએ ‘કન્યામાન’ની વાત કરી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ ‘કન્યાદાન’ને ‘કન્યામાન’ શબ્દ સાથે રિપ્લેસ કરતા તેને સનાતન સંસ્કૃતિનું અપમાન કહી રહ્યા છે. આ વિવાદને લીધે બ્રાન્ડ અને આલિયાની એડ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. જોવાની વાત એ છે કે, આ કોઈ પ્રથમ એડ નથી કે જેને લઈને વિવાદ થયો છે.  આની પહેલાં પણ ઘણી બધી એડ આવી છે જેમાં ખૂબ બબાલો થઈ. ઘણી કંપનીઓએ એડ ડિલીટ કરવી પડી તો ઘણાએ માફી માગવી પડી છે.

તનિષ્કની એડ પર ‘લવ જેહાદ’ની બબાલ

1 6 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

દરેક કંપની ફેસ્ટિવલ સીઝન દરમિયાન માર્કેટમાં પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્વેલરી બ્રાન્ડ ‘તનિષ્કે’ પણ આવું જ કર્યું. કંપનીએ પોતાનું કલેક્શન બતાવવા માટે એડ બનાવી. તે એડમાં સાસુ-વહુ વચ્ચેનો બોન્ડ દેખાડ્યો હતો, પરંતુ તેમાં મુસ્લિમ પરિવારમાં પરણીને ગયેલી પ્રેગ્નન્ટ હિન્દુ વહુનો ખોળો ભરવાની વિધિની વાતને લઈને વિવાદ શરૂ થયો. અમુક સેકન્ડની એડમાં લોકોએ લવ જેહાદનો એન્ગલ શોધી લીધો. સોશિયલ મીડિયા પર ‘બોયકોટ તનિષ્ક’ ટ્રેન્ડ થયું અને એટલું જબરદસ્ત ટ્રેન્ડ થયું કે કંપનીએ પોતાની એડ ડિલીટ કરીને માફી માગવી પડી હતી.

વરુણ ધવન પણ ટ્રોલ થયો હતો

2 9 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

વરુણ ધવને ‘લક્સ કોઝી’ અન્ડરવિયર બ્રાન્ડની જાહેર ખબર કરી હતી. સો.મીડિયામાં યુઝર્સે એક્ટરની જાહેરાતને અશ્લીલ ગણાવી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘વરુણે આ રીતની ગંદી એડ કરવા પર શરમ આવવી જોઈએ.’ જાહેર ખબરમાં મહિલાના એક્સપ્રેશનને લઈને પણ સવાલ ઉઠ્યા હતા. આ એડ પર નકલનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. અમૂલ માચોએ કહ્યું હતું કે, આ જાહેર ખબર અમારી ‘ટોઇઁગ’ એડની નકલ છે.

વાઈલ્ડ સ્ટોન અને બંગાળી સ્ત્રી પર વિવાદ

3 7 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

‘વાઈલ્ડ સ્ટોન’ એક પુરુષોની બ્રાન્ડ છે. તે પરફ્યુમ, ટેલકમ પાઉડર અને સાબુ વેચે છે. કંપનીની પ્રોડક્ટ ઘણી વેચાય છે, પરંતુ તેની એડ આવતાની સાથે વિવાદ પણ થાય છે. સવાલ ઉઠાવનારા કહે છે કે, કંપનીની એડમાં ક્રિએટિવિટીની અને પ્રોડક્ટના નામે સેક્સ્યુઆલિટી વેચવામાં આવે છે. કંપનીએ દસ વર્ષ પહેલાં એક એડ બનાવી હતી. તેની ટેગલાઈન હતી-‘વાઈલ્ડ બાય નેચર’. આ એડમાં દુર્ગાપૂજાનો માહોલ દેખાડ્યો હતો. મહિલાઓની ભીડમાં એક અજાણ્યા પુરુષની એન્ટ્રી થાય છે. ભીડમાં તે એક બંગાળી મહિલા સાથે અથડાય છે અને મહિલા તેની ફ્રેગરન્સ પર મોહી જાય છે. આ એડને લઈને જોરદાર બબાલ થઈ. પૂજાનો માહોલ અને બંગાળી મહિલાને આ રીતે દેખાડવા બદલ વિવાદ શરૂ થયો હતો.

ઝટાક ડિયો

4 5 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

આ એડ પુરુષોના ડિયોની હતી. મહિલાઓને ખાસ પેટર્નમાં દેખાડવાને લીધે વિવાદ શરૂ થયો. ઝટાક ડિયોની એડમાં એક મહિલા સુહાગરાતમાં પતિની રાહ જોઈ રહી છે. આ દરમિયાન પાડોશમાંથી ડિયોની સ્મેલ આવે છે અને તે બારી પાસે જાય છે. ધીમે-ધીમે કરીને પોતાના ઘરેણા ઉતારી દે છે. આ એડની ટેગલાઈન હતી-‘જસ્ટ ઝટાક હર’

મેનફોર્સ કોન્ડોમ અને સની લિયોની​​​​​​​

5 4 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

બે-ત્રણ વર્ષ મેનફોર્સ કોન્ડોમની એક જાહેરાત આવી હતી. ગુજરાતમાં આ એડ પર ખૂબ વિવાદ થયો. કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર સની લિયોનીના હોર્ડિંગ્સ લાગેલા હતા. પોસ્ટરમાં ગુજરાતી ભાષામાં એક ટેગલાઈન હતી, ‘આ નવરાત્રિએ રમો, પણ પ્રેમથી’. લોકોએ સંસ્કૃતિને ઠેંસ પહોંચી હોવાનું કહીને બબાલો કરી. કંપની વિરુદ્ધ કેમ્પેન ચાલ્યાં. વિવાદ એટલો વકરી ગયો હતો કે, કંપનીને રાતોરાત એડ ડિલીટ કરવી પડી.

અમૂલ માચો અને સના ખાન

6 2 આલિયા ભટ્ટની એડ પર કેમ કરવામાં આવી રહ્યો છે આટલો બધો હોબાળો..જાણો

અમૂલ કંપનીએ ઘણા વર્ષો પહેલાં મેલ અન્ડરગાર્મેન્ટ્સની એક એડ બનાવી હતી. ​​​​એડમાં એક નવી-નવેલી દુલ્હન ઘાટ પર કપડાં ધોવા જાય છે. ઘાટ પર હાજર મહિલાઓ તેને વિચિત્ર રીતે જુએ છે. પછી તે દુલ્હન તેના પતિની અંડરવેર ધુએ છે. એડ્ની ટેગલાઈન હતી, ‘યે તો બડા ટોઇંગ હૈ’. એડને બૅન કરાવવામાં આ ટેગલાઈનનો મોટો રોલ હતો. લોકોએ આ એડને અશ્લીલ કહી હતી. રસપ્રદ વાત એ છે કે, આ પ્રકારની એડમાં કામ કરનારી સના ખાને ગયા વર્ષે જ ગ્લેમર વર્લ્ડને અલવિદા કહીને રૂઢિચુસ્ત ઇસ્લામિક રહેણી-કરણી અપનાવી લીધી છે.

આ ઉપરાંત એડમાં મહિલાઓને અલગ અંદાજમાં દેખાડવા મામલે પણ વિવાદ થયો. ગોદરેજ સિન્થોલ, કામસૂત્ર કોન્ડોમ, ઝટાક ડિયો, ટફ શૂઝ ઉપરાંત અન્ય પણ ઘણી એડને લીધે ઘણા વિવાદો થયા.