Entertainment News 2026/ રણવીર સિંહ મોટી મુશ્કેલીમાં! ‘કાંતારા’ની દૈવા પરંપરાની મજાક ઉડાવવી પડી ભારે, બેંગલુરુમાં નોંધાઈ FIR

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) વિરુદ્ધ બેંગલુરુમાં FIR નોંધવામાં આવી છે.રણવીરે સ્પષ્ટતા કરી છે કે તે માત્ર એક્ટિંગના વખાણ કરતો હતો.

Trending Entertainment
Ranveer Singh

Ranveer Singh FIR: પોતાની એનર્જી અને અતરંગી અંદાજ માટે જાણીતો બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. ઋષભ શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કાંતારા’ (Kantara) એ જે દૈવા સંસ્કૃતિને વિશ્વભરમાં ઓળખ અપાવી હતી, તેનું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં FIR નોંધવામાં આવી છે. તેના પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો ગંભીર આરોપ છે.

શું છે સમગ્ર મામલો? (The Controversy)

આ વિવાદનું મૂળ નવેમ્બર 2025માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માં છે.

આક્ષેપ: આરોપ છે કે રણવીર સિંહે સ્ટેજ પર ‘કાંતારા’ ફિલ્મના લોકપ્રિય દૈવા પાત્રો ‘પંજુરલી’ અને ‘ગુલિગા’ ના પવિત્ર હાવભાવ અને અવાજની મિમિક્રી કરીને તેની મજાક ઉડાવી હતી.

ભૂત શબ્દનો પ્રયોગ: સૌથી વધુ વિરોધ એ વાતનો છે કે રણવીરે કર્ણાટકમાં પૂજાતી ‘ચાવુંડી દૈવા’ ને ‘મહિલા ભૂત’ (Female Ghost) કહીને સંબોધી હતી. સ્થાનિક લોકો માટે આ કોઈ ભૂત નથી, પણ રક્ષક દેવી અને દિવ્ય શક્તિનું સ્વરૂપ છે.

FIR against Ranveer Singh

બેંગલુરુમાં FIR અને કડક કલમો

વકીલ પ્રશાંત મેથલે આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટના આદેશ બાદ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં રણવીર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

કલમો: ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 (ધર્મના આધારે દુશ્મનાવટ ફેલાવવી), 299 (ધાર્મિક લાગણી દુભાવવી) અને 302 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રણવીરની સ્પષ્ટતા અને કોર્ટનું વલણ (Ranveer Singh)

વિવાદ વકરતા રણવીર સિંહે (Ranveer Singh) સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.

રણવીરનો પક્ષ: તેણે કહ્યું કે, “મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો. હું માત્ર ઋષભ શેટ્ટીના શાનદાર અભિનયના વખાણ કરી રહ્યો હતો. હું દરેક સંસ્કૃતિનું સન્માન કરું છું.”

હવે શું?: જોકે, માફી માંગવા છતાં કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે. આ કેસની આગામી સુનાવણી 8 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

‘કાંતારા’ ફિલ્મે કર્ણાટકની તુલુ સંસ્કૃતિ અને દૈવા આરાધનાને વૈશ્વિક સ્તરે સન્માન અપાવ્યું છે. આવા સમયે એક મોટા સ્ટાર (Ranveer Singh) દ્વારા કરાયેલી મજાક લોકોના ગળે ઉતરી નથી. હવે જોવાનું રહેશે કે રણવીરને (Ranveer Singh) કોર્ટમાંથી રાહત મળે છે કે કેમ.

 


આ પણ વાંચો: નવી છોકરીઓને સુગર ડેડીની જરૂર છે…” ગોવિંદાના અફેરની ચર્ચા પર ભડકી પત્ની સુનિતા, કહ્યું- 63 વર્ષે તમને આ શોભતું નથી!

આ પણ વાંચો: મને ફસાવવા માટે ગેમ રમાઈ રહી છે…” પત્ની સુનિતા સાથેના વિવાદ પર આખરે ગોવિંદાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: મારા પતિને આમાં ન ઘસડો…” બ્રેક લેવાની જાહેરાત બાદ નેહા કક્કરનો યુ-ટર્ન! છૂટાછેડાની અફવા પર તોડ્યું મૌન