મહારાષ્ટ્ર/ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી હોટલ સી પ્રિન્સેસમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે

દેશની આર્થિક રાજધાની મુંબઈથી આગ લાગવાના સમાચાર છે, જણાવવામાં આવી રહ્યું છે કે જુહુ વિસ્તારમાં આવેલી સી પ્રિન્સેસ હોટલમાં આગ લાગી છે,

Top Stories India
આગ

દેશની આર્થિક રાજધાની મુંબઈથી આગ લાગવાના સમાચાર છે, જણાવવામાં આવી રહ્યું છે કે જુહુ વિસ્તારમાં આવેલી સી પ્રિન્સેસ હોટલમાં આગ લાગી છે, કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

આગની ઘટના બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે, આગની માહિતી તાત્કાલિક ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આગના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક રહીશોએ પણ આગ ઓલવવાનું શરૂ કર્યું, બાદમાં ફાયર વિભાગ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.

આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી અને હાલ આ અકસ્માતમાં જાનહાનિકે નુકસાનની કોઈ માહિતી નથી, પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :2024 પર મમતા બેનર્જીનું ધ્યાન કેન્દ્રિત, દિલ્હીમાં NWCની બીજી બેઠક યોજાશે

આ પણ વાંચો :PM મોદીએ શિક્ષણ બજેટ પર જાણો શું કહ્યું….

આ પણ વાંચો :સાયકલનું અપમાન, આખા દેશનું અપમાન’, અખિલેશ યાદવનો PM મોદી પર પલટવાર

આ પણ વાંચો :શિવસેનાના સાંસદ સંજ્ય રાવતે કહ્યું કોંગ્રેસ વિના કોઇ ત્રીજો મોરચો બનાવશે નહીં,જાણો વિગત