સુરત/ સારથાણામાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ

સુરતમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. મોર્નિગ વોક પર નિકળેલા વેપારી પર બાઈક પર આવેલા બે ઈસમોએ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કરી ઇસમો ભાગી છૂટ્યા હતા.

Top Stories Gujarat Surat
m2 3 સારથાણામાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ
  • સુરતના સરથાણા વિસ્તારની ઘટના
  • મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ
  • બાઈક પર આવેલા ઈસમો દ્વારા ફાયરિંગ કરાયું
  • ખભાના ભાગે ગોળી વાગતા સારવાર અર્થે ખસેડાયા
  • સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ શરૂ કરી

સુરતમા ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મારમારી કે ફાયરિંગની ઘટનાઓ હવે  અંહી સામાન્ય બનતી જાય છે. અસમાજિક તત્વોમાં હવે પોલીસ કે કાયદાનો ડર રહ્યો જ નથી. અને બેફામ થઈ ખુલ્લેઆમ ગુનાખોરી આચતા બન્યા છે. એવામાં વધુ એક વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

સુરતમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. મોર્નિગ વોક પર નિકળેલા વેપારી પર બાઈક પર આવેલા બે ઈસમોએ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કરી ઇસમો ભાગી છૂટ્યા હતા. જેમાં વેપારીને ખભાના ભાગે ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા  છે. સરથાણા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

બાઈક પર આવેલા ઈસમોએ મોર્નિંગ  વોક માટે નીકળેલા વેપારીઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં વેપારીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં આવેલા પરબ રોડ પર કાવ્યા હાઈટસની સામે નવ નિર્મિત બાંધકામ નજીક સવારના સમયે ઘણા લોકો ચાલવા નીકળતા હોય છે. ત્યારે નિત્યક્રમ પ્રમાણે વેપારી હિરેન મોરડીયા પણ આજે મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. એ દરમિયાન બાઈક પર આવેલા ઈસમો ગોળીબાર કર્યો હતો. ગોળીબારના પગલે આસપાસમાં ડરનો માહોલ ઉભો થયો હતો. સમગ્ર ફાયરિંગની જાણ થતાં સરથાણા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વેપારી પર ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તથા અંગત અદાવત છે કે કોઈ બીજા કારણોસર તે બાબતની પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ફાયરિંગ માં વેપારી ને ખભાના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા હતાં. બાદમાં સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. તથા ઈજાગ્રસ્ત હિરેન મોરડીયાને સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાલ તબીબો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી છે.

Weather/ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન