જન્મદિવસ/ સૌંદર્યા માટે પહેલી હિન્દી ફિલ્મ છેલ્લી ફિલ્મ સાબિત થઈ શકે છે – કરાઈ હતી આવી આગાહી 

સૌંદર્યના બાળપણમાં જ્યોતિષીએ તેના અચાનક મૃત્યુની આગાહી કરી હતી. દરેક માતાપિતાની જેમ, તેમના માતાપિતાએ પણ પુત્રી માટે તમામ હવન પૂજા કરાવી.

Entertainment

વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશ’ ફિલ્મમાં હિરા ઠાકુરની (અમિતાભ બચ્ચનની) પત્નીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સૌંદર્યાનું સ્મિત લોકોનાં દિલ જીતી ગયું હતું. આ ફિલ્મ ટેલિવિઝન પર ઘણી વખત ટેલિકાસ્ટ થઈ છે. અને હવે તો લોકોને આ ફિલ્મના સંવાદો પણ મોઢે થઇ ગયા છે. સૌંદર્યાએ આ ફિલ્મથી જ હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પછી તે બોલિવૂડની અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળી નહોતી. 31 વર્ષની ઉંમરે, તેણીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. સૌંદર્યાએ 27 એપ્રિલ 2003 ના રોજ સોફ્ટવેર એન્જિનિયર જી.એસ. રઘુ સાથે લગ્ન કાર્ય હતા. સૌંદર્યનું અસલી નામ સૌમ્ય સત્યનારાયણ હતું. કારકિર્દીના શરૂઆતના તબક્કે, સૌંદર્યાએ ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું અને એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી હતી.

1992 માં, સૌંદર્યાએ કન્નડ ફિલ્મ ગંધર્વથી મોટા પડદે પ્રવેશ કર્યો. તેણે 12 વર્ષ સુધી કારકીર્દિમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની ટૂંકી કારકિર્દીમાં, સૌંદર્યાએ તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી હોવા ઉપરાંત, સૌંદર્યા એક ફિલ્મ નિર્માતા પણ હતા. તેને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો.

સૌંદર્યાએ વર્ષ 1999 માં અમિતાભ બચ્ચનની સામે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સૌંદર્યા ફરી ક્યારેય બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી નથી. તેણીએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ છોડીને  ફિલ્મોમાં જવાનું નક્કી કર્યું. 2003 માં જ્યારે અભિનયની  ઉંચાઈએ  હતી ત્યારે સૌંદર્યાએ તેના બાળપણના મિત્ર અને સોફ્ટવેર એન્જિનિયર જી.એસ. રઘુ સાથે લગ્ન કર્યા હતા.

ફિલ્મોની મદદથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા પછી સૌંદર્યા વર્ષ 2004 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. 17 એપ્રિલ, 2004 ના રોજ, સૌંદર્યા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે કરીમનગર જઈ રહી હતી. બેંગ્લોરના જક્કુર એરફિલ્ડથી ઉપડતી વખતે 100 ફુટ પર પહોંચતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં સૌંદર્યા, તેનો ભાઈ અને અન્ય બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

હેલીકોપ્ટર જ્યાં પડ્યું ત્યાં એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો. તે મુસાફરોને બચાવવા પહોંચ્યો ત્યારે જોરદાર વિસ્ફોટ થયો અને આગ ચારે તરફ ફેલાઈ ગઈ. મૃતદેહોની હાલત એવી હતી કે કોઈને ઓળખવું પણ મુશ્કેલ હતું. મૃત્યુ પહેલા, સૌંદર્યાએ તેના પિતાના નામ પર બેંગ્લોરમાં અનાથ બાળકો માટે 3 શાળાઓ શરૂ કરી હતી.

એવું કહેવામાં આવે છે કે સૌંદર્યના બાળપણમાં જ્યોતિષીએ તેના અચાનક મૃત્યુની આગાહી કરી હતી. દરેક માતાપિતાની જેમ, તેમના માતાપિતાએ પણ પુત્રી માટે તમામ હવન પૂજા કરાવી. તેણીને ડ્રાઇવિંગ શીખવાની પણ મંજૂરી નહોતી અને બોડીગાર્ડ પણ સતત તેની સાથે દરેક સમયે હાજર રહેતો હતો. જ્યારે સૌંદર્યાને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘સૂર્યવંશમ્’ માં કામ કરવાની ઓફર મળી ત્યારે. જ્યોતિષએ તેમને કહ્યું હતું કે આ ફિલ્મ સફળતાની દ્રષ્ટિએ સૌંદર્યા  માટે સારી છે, પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ તેમના માટે બોલીવુડની છેલ્લી ફિલ્મ સાબિત થઈ શકે છે.