Not Set/ નાગપાંચમનાં પવિત્ર દિવસે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયા પાંચ અકસ્માત, ચારનાં મોત

  સમગ્ર રાજ્યમાં સારા વરસાદ બાદ ખેડૂતો ખુશીથી ઝૂમી રહ્યા છે. એવામાં જો રાજ્યના રોડ રસ્તાની વાત કરવામાં આવે તો ઘણાં રોડ રસ્તાઓ સંપૂર્ણપણે બરબાદ થયા છે. જેના કારણે ભ્રષ્ટાચાર તો આંખે પડે જ છે પરંતુ એ સિવાય અવાર-નવાર અકસ્માતોનાં બનાવોમાં ફળ હરણફાળ રીતે વધારો જોવા મળ્યો છે. આજ રાજ્યમાં સમગ્ર જગ્યાની દુર્ઘટનાનો સરવાળો કરવામાં […]

Top Stories Gujarat

 

સમગ્ર રાજ્યમાં સારા વરસાદ બાદ ખેડૂતો ખુશીથી ઝૂમી રહ્યા છે. એવામાં જો રાજ્યના રોડ રસ્તાની વાત કરવામાં આવે તો ઘણાં રોડ રસ્તાઓ સંપૂર્ણપણે બરબાદ થયા છે. જેના કારણે ભ્રષ્ટાચાર તો આંખે પડે જ છે પરંતુ એ સિવાય અવાર-નવાર અકસ્માતોનાં બનાવોમાં ફળ હરણફાળ રીતે વધારો જોવા મળ્યો છે.

આજ રાજ્યમાં સમગ્ર જગ્યાની દુર્ઘટનાનો સરવાળો કરવામાં આવે તો છેલ્લી 24 કલાકમાં 5 થી વધારે રોડ રસ્તા પરનાં અકસ્માતો ગુજરાતમાં ઘટી ગયા છે. જે અકસ્માતોમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં થયા છે. વાત કરવામાં આવે તો દાહોદ, પાટણ રાજકોટ અને આણંદમાં અકસ્માતની ઘટના જોવા મળી છે, જે દિનપ્રતિદિન વધી જ રહી છે.

1. પાટણ

Patan Accident

પાટણ જિલ્લાના સાંતલપુર બાબરા પાસે અચાનક બસ પલટી ગઇ હતી. આગળ જઇ રહેલા ટેન્કરને બચાવવા જતા બસ રોડની સાઇડમાં પલટી ગઇ હતી. બસમાં 55 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બસમાં સવાર 3 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને 108 દ્વારા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસને ઘટનાની જાણ તથા ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

2. દાહોદ

Dahod Accident

દાહોદમાં પણ આજ રોજ એક અકસ્માત સર્જાયો હતો. દાહોદમાં એક કુરિયરની જીપનો ટેમ્પો સાથે અકસ્માત થયો હતો. દાહોદમાં આવેલા રામપુરની વચ્ચે અકસ્માતની આ ઘટના બની હતી. ત્યારે ચોંકાવનારી અને દુઃખદ વાત તો એ છે કે અકસ્માતમાં જીપ ચાલકે હાથ ગુમાવ્યો છે. ત્યારે ઘટનાને પગલે તાત્કાલિક જીપ ચાલકને ખાનગી ગાડીમાં દાહોદ સિવિલ ખસેડવામાં આવ્યુ હતુ. ત્યારે જીપ ચાલકની સ્થિતિ નાજુક છે. તેવુ ડોકટરએ જણાવ્યુ હતુ ત્યારે અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતની ઘટના પાછળ કોણ જવાબદાર છે? તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

3. આણંદ

Ananad Accident

આણંદના તારાપુર-વટામણ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરને કારણે દુરભાગ્યે સાઈકલ સવારનું મોત નીપજ્યુ હતું. આ ઘટના તારાપુર ચોકડી પાસે નીશા પાર્ટી પ્લોટ પાસે ઘટી હતી. વીરસંગભાઈ પરમાર નામક આધેડ યુવક દૂધ ભરીને પરત ફરતા હતા, તે દરમ્યાન અજાણ્યા વાહનને તેમને ટક્કર મારી દીધી હતી અને આ અકસ્માતમાં આધેડ વીરસંગભાઈ પરમાર મોતને ભેટ્યા હતા. ત્યારે તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ હાથ ધરી છે.

4. રાજકોટ

Rajkot Accident

આ ઉપરાંત રાજકોટ-આટકોટ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે ગઈ કાલે સાંજે અજાણ્યા વાહને બાઇકસવાર દંપતીને અડફેટે લેતાં તેમનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જેમાં રાજકોટ એસટી કચેરીમાં ફરજ બજાવતા છગનભાઇ લઘુભાઈ સરિયા (કોળી) (રહે. લાખાવડ, તા. જસદણ)ની લાખાવડમાં પોતાની ખેતીવાડીની જમીન આવેલી છે. આથી છગનભાઇ અને તેમના પત્ની લાખાવડથી રાજકોટ બાઈક લઈને આવી રહ્યા હતા.

આ દરમિયાન તેઓ ગોંડલ ચોકડી પાસે પહોંચ્યા હતા, ત્યારે છગનભાઈની બાઈકને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા છગનભાઈ અને તેમના પત્નીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતની જાણ થતાં આટકોટ પોલીસ મથકના પીએસઆઈ સહિતની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હતી.