Third Dimension/ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ગુજરાતના પાંચ સાંસદોને કેબિનેટમાં સ્થાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કરી રહ્યા છે. તેની સાથે ગુજરાતના સાંસદોમાંથી ચાર જણ તો મંત્રીપદ માટે નિશ્ચિત થઈ ચૂક્યા છે. તેમા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, જયશંકર અને મનસુખ માંડવિયાએ મંત્રીપદ જાળવી રાખ્યું છે, જ્યારે સી આર પાટિલ અને નિમુબેન બાંભણીયાની નવા મંત્રી તરીકે નિમણૂક થઈ છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 2024 06 09T164150.364 પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ગુજરાતના પાંચ સાંસદોને કેબિનેટમાં સ્થાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સળંગ ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કરી રહ્યા છે. તેની સાથે ગુજરાતના સાંસદોમાંથી ચાર જણ તો મંત્રીપદ માટે નિશ્ચિત થઈ ચૂક્યા છે. તેમા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, જયશંકર અને મનસુખ માંડવિયાએ મંત્રીપદ જાળવી રાખ્યું છે, જ્યારે સી આર પાટિલ અને નિમુબેન બાંભણીયાની નવા મંત્રી તરીકે નિમણૂક થઈ છે. આ પાંચેય સાંસદને શપથવિધિમાં હાજર રહેવા જણાવી દેવાયા છે. આમ ગુજરાતમાંથી પરસોત્તમ રુપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તુ કપાયું છે.

ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેમને ગુજરાતના ક્વોટામાં ગણવામાં આવ્યા છે. આમ ગુજરાતમાંથી પાચ સાંસદ જઈ રહ્યા છે. હાલ આ પાંચેય સાંસદને શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહામનું પત્તુ કાપવામાં આવ્યું છે.

પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણ જીત્યા છે, પરંતુ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટે કરેલા વિધાનો નડી ગયા છે. તેમના વિધાનોએ ગુજરાતમાં તો ખાસ નહીં પણ રાજસ્થાન અને યુપીમાં રાજપૂત લોબીને નારાજ કરી હોવાનું માનવામાં આવે છે. તેથી નોંધપાત્ર સરસાઈ સાથે જીત્યા હોવા છતાં પણ તેમને મંત્રીમંડળમાં સમાવાયા નથી.

2014 અને 2019માં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવાથી સાથી પક્ષોને મંત્રીમંડળમાં ઓછું સ્થાન મળ્યું હતું. બંને ટર્મમાં કુલ મળીને ગુજરાતના 13 સાંસદો મોદી સરકારમાં મંત્રી રહ્યા છે. આ વખતે ગુજરાત ક્વોટામાંથી મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે. 2014 અને 2019 બંને વખતે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના પદ શપથ લીધા ત્યારે તેમના સિવાય ગુજરાતમાંથી બે કેબિનેટ કક્ષાના અને બે રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.

મોદીની પહેલી ટર્મમાં મંત્રીમંડળ વિસ્તરણ વખતે ગુજરાતમાંથી 2 મંત્રીઓનું પત્તું કપાયું હતું અને નવા 3 મંત્રીઓ ઉમેરાયા હતા. જ્યારે મોદી 2.0માં મંત્રીમંડળ વિસ્તરણ વખતે માંડવિયા અને રૂપાલાને રાજ્યકક્ષાથી કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો હતો. 2021માં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુજપરાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?