Politics/ આસામ ચૂંટણીમાં પાંચ અધિકારી સસ્પેન્ડ

પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેંવામાં આવ્યાં

India
Untitled 28 આસામ ચૂંટણીમાં પાંચ અધિકારી સસ્પેન્ડ

આસમમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. લોકો મતદાન માટે ઉત્સાહિત છે. પરંતુ મતદાન સમયે ગેરરીતી જોવા મળી. જેને પગલે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં.

આસામના દીમાહસાઓ જિલ્લાના એક મતદાન મથક પર ભારે બેદરકારી જોવા મળી. 90 મતદાર નોંધાયેલા હતા અને 171 મત પડ્યા, આ મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભામાં આવે છે. આ સ્થળ પર બીજા તબ્બકાનું મતદાન 1લી એપ્રિલના દિવસે થયું હતું. હાફલોગમાં 74 ટકા મતદાન થયું હતું. આ ઘટના સામે આવતાં પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેંવામાં આવ્યાં છે. અને આ વિસ્તારમાં ફરીવાર મતદાન થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. આ મતદાન કેન્દ્ર એલપી શાળા 107એ માં હતું  મતદાન કેન્દ્રમાં બેદરકારી મામલે ચૂંટણીપંચે સેકટર  અધિકારી, પ્રોસેડીંગ અધિકારી, પહેલા મતદાન અધિકારી, બીજા મતદાન અધિકારી સહિત ત્રીજા મતદાન અધિકારી સત્વરે સસ્પેન્ડ કર્યા હતાં.

ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે મતદારયાદીમાં 90 નામ હતા અને મતદાન 171નું થયું આ સંર્દભે ગામના સપપંચે વિરોધ પણ કર્યો અને મતદાન કેન્દ્રની મતદાનયાદી સ્વીકારવાનો ઇનકાર કર્યો. જે મતદારયાદી હતી તે 90 મતદારોની હતી. પરંતુ મતદાન 171નું થતા વિવાદ થયો જે વાતને ધ્યાનમાં લઇને ચૂંટણીપંચે સત્વરે પાંચ અદિકારીઓને સસ્પેન્ડ કર્યા. હવે આગળ કેવા પગલા ભરાય છે તે જોવુ રહ્યુ.