આજે વહેલી સવારે એટલે કે, મંગળવારે વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર એક દુ: ખદ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મંગળવારે સવારે 5.45 વાગ્યે આગ્રા નજીક ખંડાઉલી પોલીસ સ્ટેશન વિસ્તારના ધોધ નાળા ડ્રેઇન પર આગ્રાથી નોઈડા તરફ તીવ્ર ગતીઓ જઇ રહેલી એક કાર રસ્તા પર એક કન્ટેનરની ડીઝલ ટાંકી સાથે ટકરાઈ હતી. ટક્કર બાદ કારમાં આગ લાગી હતી. આચાનક લાગેલી આગમાં લોકોને ગાડીની બહાર નીકળવાની તક પણ મળી નહોતી. કારમાં સવાર પાંચ લોકો જીવંત ભડથુ થઇ ગયા હોવાની વાતા વાયુવેગે સમગ્ર વિસ્તારમાં અરેરાટી છોડાવતી ગઇ હતી.

ફાયર બ્રિગેડ સ્થળ પર આવી આગ કાબૂ મેળવે ત્યાં સુધી માં તો કાર સવાર લોકો હાડપિંજર બની ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સ્વીફ્ટ ડીઝાયર કાર દિલ્હી જઈ રહી હતી. વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગાડીએ ખંડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ધોધ નાળા પાસે એક કન્ટેનરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને પાંચ લોકો બળીને રાખ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર લખનઉના રાજ કુમાર નામના યુવકની હતી.
પોલીસે જણાવ્યું હતું કે કારમાં લાગેલી આગ એટલી તીવ્ર હતી કે ફસાયેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, ત્યાં સુધીમાં તમામ લોકો હાડપિંજર બની ગયા હતા. પોલીસનું માનવું છે કે જીવંત જ મૃત્યુ પામેલા લોકોમાં એક બાળક, એક મહિલા અને ત્રણ પુરુષો છે.
મદદ માટે ચીસો પાડતા રહ્યા
અકસ્માત એટલો દર્દનો હતો કે કારના સવારને બહાર નીકળવાની તક મળી ન હતી. આગને કારણે લોકો પાસે કારની નજીક જવાની હિંમત નહોતી. ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે, પોલીસ અને ફાયર બ્રિગેડ પણ મોડા પહોંચ્યા હતા. લોકોએ કારની અંદરથી મદદ માટે ચીસો પાડી પણ મદદ મળી નહીં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
