Surat News/ રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, સુરત મનપાની શાળાના શિક્ષકો પણ વિદેશમાં…

રાજ્યમાં અનેક જિલ્લાની સરકારી સ્કૂલમાંથી ભૂતિયા શિક્ષકો હોવાનો ખુલાસો થયો છે.અને ભૂતિયા શિક્ષકોને શોધવા માટે સર્વે શરૂ કરાયો છે.

Top Stories Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News:  બનાસકાંઠાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવી રહ્યા હતા. આ અંગે શિણક્ષ વિભાગને જાણ થતાં પગલાં લેવામાં આવ્યા છે ત્યારે હવે આ રેલો સુરતમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચ જેટલા શિક્ષકો હાલ વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ છે. જેમાંથી બે એવા છે કે, જેઓ છેલ્લા છ મહિનાથી વિદેશમાં હોવા છતાં ત્રણ મહિનાના પગાર પણ લઈ ચૂક્યા છે અને ત્રણ નોટિસ મળ્યા બાદ પણ તેઓ ફરજ પર હાજર થયા નથી. બીજી બાજુ એક શિક્ષક એવા છે કે, જેઓ સુરતમાં હોવા છતાં છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગખંડ આવ્યા જ નથી અને તે અંગે સમિતિને કોઈ માહિતી પણ નથી.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ હરકતમાં આવી છે. પોતાના શિક્ષકો કે જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા પરંતુ છ મહિનાથી પરત આવ્યા નથી. આવા શિક્ષકો વિરુદ્ધ ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરવાની વાતો હવે કરવામાં આવી રહી છે. બે મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માગી હતી. પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત આવ્યા નથી અને ત્રણ મહિના સુધીનો પગાર પણ લીધો છે.

આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, હાલ સમિતિના પાંચ જેટલા શિક્ષકો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી બે મહિલા શિક્ષક એવા છે કે, જેઓ નિયત સમય મર્યાદા બાદ પણ અત્યાર સુધી આવ્યા નથી. જેટલા દિવસની રજા લીધી હતી તે રજા પૂર્ણ થયા બાદ પણ હજી સુધી તેઓ સુરત પરત આવ્યા નથી.

આ મહિલા શિક્ષકોને ત્રણ વાર નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓએ કોઈ જવાબ પણ આપ્યા નથી. જેથી હવે સમિતિ તેમને ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, અન્ય વિદેશ ગયેલા શિક્ષકો જેટલા દિવસની રજા લઈને ગયા છે તે હજુ પૂર્ણ થઇ નથી. જેથી તેઓની સામે અત્યારે કાર્યવાહી કે અન્ય પ્રક્રિયા કરવામાં આવશે નહીં. શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ તેમજ શાળા ક્રમાંક 190ના આરતી ચૌધરી છેલ્લા છ મહિનાથી વિદેશ છે. તેમને ત્રણ નોટિસ ફટકારવામાં આવી છે.

એટલું જ નહીં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અન્સારી મુસા નામના જે શિક્ષક છે તેઓ જ્યારથી શાળા સાથે સંકળાયેલા છે ત્યારથી જ તેઓ આજદિન સુધી શાળા આવ્યા જ નથી. તેઓને પણ ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. તેઓ વિદેશ ગયા નથી પરંતુ તેઓ અંગે કોઈ પણ જાણકારી સમિતિ પાસે નથી. આવનાર દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અન્સારી મુસા 275 નંબરના શાળામાં ભણાવે છે. અમે ત્રણ નોટિસ મોકલી હતી પરંતુ ત્રણેય નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો