@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અટકાવવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ધ્રાંગધ્રાનાં જંગલ વિસ્તારમાંથી જેસીબી, ટ્રેક્ટર સહિત રૂ.13 લાખનો મુદ્દામાલ ખાલસા કરાયો હતો. આ અંગે આરોપીઓએ અપીલ અરજી કરતા સુનવાણી વનસંરક્ષક વનવર્તુળ જુનાગઢમાં કરાઇ હતી. જેમાં ગુનો પ્રસ્થાપિત થતા વાહનો ખાલસા કરવાનો હુકમ કરાતા બંને પકડાયેલા વાહન હવે સરકારી મિલકત ગણાશે.
મોક ડ્રીલથી મોત? / પારસ હોસ્પિટલ મામલે તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસો, ઓક્સિજન મોકડ્રીલથી નહોતુ થયુ 22 લોકોનું મોત
સુરેન્દ્રનગર વનવિભાગે જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અટકાવવા સઘન પેટ્રોલિંગ સહિત આવી પ્રવૃતિ પર કાયદેસરનાં પગલા લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 30 જૂને વનવિભાગ ધ્રાંગધ્રા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા દિલિપભાઇ પ્રેમજીભાઇ સિંધવ, જિગ્નેશભાઇ દિલીપભાઇ સિંધવનાં વાહનો જેસીબી અને ટ્રેક્ટર ખાલસા કરાયાં હતાં. આથી આ બંને આરોપીઓએ અપીલ અરજી કરી હતી. જેની સુનાવણી મુખ્ય વનસંરક્ષક જુનાગઢ વનવર્તુળ દ્વારા કરાઈ હતી.
મહામારીમાં મોટી રાહત / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 60,753 નોંધાયા, દેશમાં રિકવરી રેટ વધીને થયો 96.16%
જેમાં તમામ દસ્તાવેજો તથા દલીલો ધ્યાને લઇ વનગુનો આરોપીઓએ આચર્યાનું પ્રસ્થાપિત થયુ હતુ. આથી નાયબ વનસંરક્ષકે વાહનો ખાલસા કરવાનો હુકમ યથાવત રખાયો હતો. આથી ટ્રેક્ટર અને જેસીબી (કિંમત રૂ.13 લાખ) હવે સરકારી મિલકત ગણાશે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો.

