Not Set/ #Flashback 2019: આ હતી 2019ની 5 સુપરહિટ ફિલ્મો જેણે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ

2019નું વર્ષ પૂરું થયું છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સમય ઘણો સારો રહ્યો. ઘણી ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યુ.ઉરીથી લઈને કબીર સિંહ સુધીની ડઝનેક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે.અહીં વાત કરીએ એવી બોલિવુડ ફિલ્મોની જે બોક્સ ઓફિસ કલેક્શનની બાબતમાં ટોપ 10 રહી. કબીર સિંહ પ્રેમમાં પાગલપન અને તેને મેળવવાની ભાવના જેટલી રચનાત્મક હોય […]

Uncategorized
pjimage 5 2 #Flashback 2019: આ હતી 2019ની 5 સુપરહિટ ફિલ્મો જેણે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ

2019નું વર્ષ પૂરું થયું છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સમય ઘણો સારો રહ્યો. ઘણી ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યુ.ઉરીથી લઈને કબીર સિંહ સુધીની ડઝનેક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે.અહીં વાત કરીએ એવી બોલિવુડ ફિલ્મોની જે બોક્સ ઓફિસ કલેક્શનની બાબતમાં ટોપ 10 રહી.

કબીર સિંહ

પ્રેમમાં પાગલપન અને તેને મેળવવાની ભાવના જેટલી રચનાત્મક હોય છે તેટલી જ વિધ્વંસકારી પણ. આ જ વાર્તા શાહિદ કપૂરની ચર્ચિત ફિલ્મ કબીર સિંહની હતી.વિવાદાસ્પદ બનેલી શાહિદ કપુરની ફિલ્મ ‘કબીર સિંહ’ આ વર્ષની બ્લોક બસ્ટર સાબિત થઈ છે.શાહિદ કપુર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિંદી રિમેક છે. જેને સંદીપ રેડ્ડી વાંગાએ નિર્દેશિત કરી છે. આ ફિલ્મની જબરદસ્ત કમાણીએ 250 આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતાં એને પહેલું સ્થાન મળ્યું છે.

ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક

ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 2016માં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક  લોકોના દિલો દિમાગ પર છવાઈ ગઈ હતી.2016માં આર્મીના ઉરી બેઝકેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર સ્વરૂપે ભારત સરકારની મંજુરીથી ચુનિંદા કમાન્ડોએ LOC પાર રહેલા આતંકવાદી લોન્ચ પેડ્સને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા નષ્ટ કર્યા હતા અને એ જ વિષયને ધ્યાનમાં લઈને ઉરી બનાવવામાં આવી છે.વિકી કૌશલ અને યામી ગૌતમ અભિનીત ઉરીએ 200 કરોડની કમાણી તો કરી સાથે સાથે નેશનલ એવોર્ડ પણ જીત્યો છે.

કેસરી

35 કરોડના ઓપનિંગ સાથે કેસરી ની ઓપનિંગ સાથે આ ફિલ્મ અક્ષય કુમારની 2019ની અત્યાર સુધીની સૌથી મોટી  ઓપનર બની ચુકી હતી.અનુરાગ સિંહે ડિરેક્ટ કરેલી કેસરી 1897ની સારાગાઢીની લડાઇ પર આધારિત છે. જેમાં બ્રિટિશ ભારતીય સેનાનાં 21 સૈનિકો હતાં જેણે 10,000 અફઘાની આક્રમણકારીઓ સાથે લડાઇ કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઇસહાર  સિંહનાં પાત્રમાં નજર આવે છે.અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં પરિણિતી ચોપરા લિડ રોલમાં છે.કેસરીએ 140 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી બોક્સ ઓફિસ પર હીટ રહી હતી.

વૉર

બૉલીવુડમાં એક્શન ફિલ્મોનો ખૂબ ક્રેઝ છે અને ઋતિક-ટાઈગરને વૉર ફિલ્મમાં મળેલી સફળતા તેનો પુરાવો છે. ઋતિક અને ટાઈગરની ફૂલ એક્શન ફિલ્મ વૉરની બૉક્સ ઓફિસ પરની કમાણી રેકોર્ડબ્રેક જોરશોરથી ચાલી હતો.આ વર્ષે સૌથી ઓછા સમયમાં 300 કરોડના ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની છે.બેંગ બેંગ’ જેવી એક્શન ફિલ્મ બનાવનાર સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મમાં પણ પોતાની યુએસપી ટકાવી રાખી હતી.

ભારત

સલમાન ખાન ઈદ પર ફિલ્મ લઈને આવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકો માટે હંમેશા મહત્વની ઘટના રહી છે.આ વખતે ઇદ પર રિલીઝ થયેલી સલમાનની ભારત ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે.  દેશના ભગલાની દર્દનાક યાદ, મહેનત કરીને ઉભા થઈ રહેલા નવોદિત દેશની કોશિશો અને આધુનિક ભારતની સ્થિતિ, આ બધું નિર્દેશક અલી અબ્બાસ ઝફરે ખૂબસૂરતીથી ફિલ્મમાં બતાવ્યું છે.સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત ભારતમાં દિશા પટણી, સુનીલ ગ્રોવર, જૅકી શ્રોફ, નોરા ફતેહી અને સોનાલી કુલકર્ણી છે. આ ફિલ્મમાં સલમાન ખાન પાંચ જુદા જુદા લૂકમાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન