Not Set/ FDમાં 40 હજાર વ્યાજ સુધી TDS નહીં:પિયુષ ગોયલ

મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું અને દરેક વર્ગનું ખાસ સંભાળ લીધી. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. પગારદાર વર્ગ માટે સ્ટાડર્ડ ટેક્સ ડિડક્શનને 40,000 રૂપિયાથી 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટના 10,000થી વધુ વ્યાજ પર ટીડીએસ લાગતો હતો, તે રકમને […]

Top Stories India Videos

મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું અને દરેક વર્ગનું ખાસ સંભાળ લીધી. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું.

પગારદાર વર્ગ માટે સ્ટાડર્ડ ટેક્સ ડિડક્શનને 40,000 રૂપિયાથી 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટના 10,000થી વધુ વ્યાજ પર ટીડીએસ લાગતો હતો, તે રકમને વધારીને 40,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત બે ઘર હોવાછતાં કોઇ ટેક્સ નહી લાગે, દરેક ટેક્સપેયરને 13 હજારનો ફાયદો થશે, તેનાથી દેશના 3 કરોડ લોકોને ફાયદો થશે.

નાણામંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને આપેલા ઇનકમ સપોર્ટને ધ્યાનમાં રાખતાં જીડીપીના મુકાબલે રાજકોષનું નુકસાન આગામી વર્ષ માટે 3.4 ટકા રહેશે.

બજેટમાં પીયૂષ ગોયલે મહત્વની મોટી જાહેરાતો કરી છે. બજૂટ રજુ કરતી વખતે પીયૂષ ગોયલે ગત વર્ષે સરકારે ગરીબો તેમજ મધ્યમ વર્ગ માટે કરેલા કલ્યાણકારી કાર્યો ગણાવ્યા હતા.

આ બજેટમાં મધ્યમવર્ગ માટે લાભદાયી છે તેમ પિયુષ ગોયલે જણાવ્યું હતું. તો આવો જોઇએ આ બજેટમાં પિયુષ ગોયલે વધુ શું કહ્યું.

 

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, દેશના સંશાધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે. વચગાળાના બજેટમાં પિયૂષ ગોયલે નાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી.