Gujarat University Contreversy/ ગુજરાત : પ્રથમ વખત એક જ સરકારી સંસ્થામાં છોકરા-છોકરીઓ ભેગા રહેશે, 92 રૂમો કરાયા તૈયાર

ગુજરાતમાં પ્રથમ વખત સરકારી સંસ્થામાં છોકરા-છોકરીઓ 24×7ભેગા જ રહેશે. છોકરા-છોકરીઓને રહેવા 92 રૂમો તૈયાર કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 20T151437.358 ગુજરાત : પ્રથમ વખત એક જ સરકારી સંસ્થામાં છોકરા-છોકરીઓ ભેગા રહેશે, 92 રૂમો કરાયા તૈયાર

ગુજરાતમાં પ્રથમ વખત સરકારી સંસ્થામાં છોકરા-છોકરીઓ 24×7ભેગા જ રહેશે. છોકરા-છોકરીઓને રહેવા 92 રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીની NRI હોસ્ટેલમાં પ્રથમ માળ પર છોકરીઓ અને બીજા અને ત્રીજા માળ પર છોકરાઓ એકસાથે રહેશે. હાલમાં અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ વિવાદ મામલે મોટો ઉહાપોહ જોવા મળ્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓ કેમ્પસમાં નમાજ વાંચતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો. જેના બાદ વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારીની ઘટના બનતા મામલો પોલીસ સ્ટેશન સુધી પંહોચ્યો હતો. મામલો નમાજ અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલ હોવાથી વિવાદ વધુ વકરતો જોવા મળ્યો હતો. ખુદ ગૃહમંત્રીએ નમાજ વિવાદની કમાન સંભાળયા બાદ મામલો થાળે પડ્યો. જો કે તેના બાદ વિદેશી વિદ્યાર્થીઓને રહેવાને લઈને નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો.

ગુજરાત યુનિવર્સિટિના નમાજ વિવાદ બાદ વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડાયા હતા. અને વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા મામલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલે વિદેશી વિદ્યાર્થીઓ માટે NRI હોસ્ટેલને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી. જે અંતર્ગત NRI હોસ્ટેલમાં નીચેના માળ ખાલી રાખવામાં આવશે. અને એક રૂમમાં ચાર વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધા વ્યવસ્થા આપવામાં આવશે.

જણાવી દઈે કે NRI હોસ્ટેલમાં કુલ 92 રૂમ છે. હોસ્ટેલમાં ચાર માળ છે અને ચાર માળમાં 20-20 રૂમ છે. જ્યારે નીચેના માળે 12 રૂમ છે. હોસ્ટેલના તમામ રૂમમાં વિદેશી વિદ્યાર્થીઓને રહેવા આપવામાં આવશે પરંતુ નીચેના માળ પર આવેલા 12 રૂમ ખાલી રાખવામાં આવશે. કારણ કે આ રૂમોમાં જ્યારે વિદેશી વિદ્યાર્થીઓના પરિચિત આવે ત્યારે આ રૂમમાં તેમને સુવિધા આપી શકાય. NRI હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલ 20 રૂમમાં વિદેશી વિદ્યાર્થીનીઓ રહેશે અને બીજા અને ત્રીજા માળ પર વિદ્યાર્થીઓને રૂમ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે