વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર 13 થી 15 ફેબ્રુઆરી 2022 દરમિયાન ફિલિપાઈન્સની મુલાકાતે હતા. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી. તેમની મુલાકાત દરમિયાન તેમણે તેમના સમકક્ષ અને ફિલિપાઈન્સના વિદેશ સચિવ ટીઓડોરો એલ લોકસિન જુનિયર સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
આ પણ વાંચો:મુંબઈગરાઓ માટે સારા સમાચાર, આવતા મહિનાથી મેટ્રો 2A- મેટ્રો 7 શરૂ થશે
મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રીઓ ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે વેપાર, પ્રવાસન અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને વધારવા માટે સરળ વિઝા વ્યવસ્થાની જરૂરિયાત પર સહમત થયા હતા.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી જયશંકરે ફિલિપાઈન્સ સરકારનું ધ્યાન ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના ફિલિપાઈન્સમાં વહેલા પરત ફરવા તરફ દોર્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુલાકાત દરમિયાન જયશંકરે સંરક્ષણ પ્રધાન ડેલ્ફિન લોરેન્ઝાના, નાણા પ્રધાન કાર્લોસ ડોમિંગ્યુઝ અને કૃષિ પ્રધાન ડૉ. વિલિયમ ડારને મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સંરક્ષણ સોદા પણ થયા છે. આમાં બ્રહ્મોસ મિસાઈલની તાજેતરની સમજૂતી મુખ્ય છે. જાન્યુઆરીના અંતમાં, ભારતને બ્રહ્મોસ મિસાઇલો માટે પ્રથમ નિકાસ ઓર્ડર મળ્યો હતો. ફિલિપાઈન્સના સંરક્ષણ મંત્રાલયે મિસાઈલોના પુરવઠા માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે 374 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. જો કે, મિસાઇલોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. સૈન્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો:સાયન્સ સીટીની મુલાકાત બની સસ્તી, હવે માત્ર આટલા રૂપિયા જ ખર્ચ કરવા પડશે
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે $374 મિલિયનનો સોદો ફિલિપાઈન્સના દરિયાકાંઠે તૈનાત કરવામાં આવનાર ‘એન્ટિશિપ’બ્રહ્મોસ મિસાઈલના સપ્લાય માટે છે. BAPL એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની સંયુક્ત સાહસ કંપની છે. આ કરાર ભારત સરકારની સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની નીતિમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો:કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં, પ્રિયંકા ગાંધી કાનપુરમાં કરશે રોડ શો
