ગુજરાત/ ફાયર NOC મુદ્દે HCનો મહત્વનો આદેશ : ‘NOC વગરની હોસ્પિટલોમાં નહીં થઈ સગહકે ઓપરેશન

ફાયર  NOC વિના હવે શાળાઓ પ્રત્યક્ષ રીતે શરૂ કરી શકશે નહિ. તો સાથે જ NOC નહીં હોય તેવી હોસ્પિટલમાં ઓપરેશનની કાર્યવાહી કરી શકશે નહિ. માત્ર OPD જ ચાલું રાખી શકશે. 

Top Stories Ahmedabad Gujarat
ફાયર સેફ્ટી ફાયર NOC મુદ્દે HCનો મહત્વનો આદેશ : ‘NOC વગરની હોસ્પિટલોમાં
  • ફાયર NOC મુદ્દે HCનો મહત્વનો આદેશ
  • ‘NOC વગરની શાળા પ્રત્યક્ષ રીતે ન ચાલી શકે’
  • ‘NOC વગરની હોસ્પિટલમાં ઓપરેશન નહી થઇ શકે’
  • 71 હોસ્પિટલોમાં ફાયર NOC નહી: સરકાર
  • ‘229 સ્કુલો પાસે નથી ફાયર NOC’
  • રાજ્યમાં ફાયર સેફ્ટીની યોગ્ય અમલવારી નહીં

ગુજરાત રાજ્યમાં અવારનવાર આગજનીની ઘટનાઓ બનતી રહે છે. અને લાખો કરોડો રૂપિયાના નુકશાન સાથે અનેક લોકો મોત ને ભેટે છે. છતાંય રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો કે અમલવારી યોગ્ય રીતે કરવામાં મોટી બેદરકારી જોવામાં આવે છે. મોટાભાગના કોમર્શિયલ એકમ કે યુનિટ ફાયર સેફટી મુદ્દે આળસ કરી જાય છે. અને ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવે છે. જો કે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. અને મહત્વનો આદેશ આપ્યો છે. ફાયર  NOC વિના હવે શાળાઓ પ્રત્યક્ષ રીતે શરૂ કરી શકશે નહિ. તો સાથે જ NOC નહીં હોય તેવી હોસ્પિટલમાં ઓપરેશનની કાર્યવાહી કરી શકશે નહિ. માત્ર OPD જ ચાલું રાખી શકશે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 71 હોસ્પિટલો અને 229 સ્કૂલો એવી છે, જેમની પાસે ફાયર એનઓસી નથી. હોસ્પિટલમાં લોકો સારવાર માટે જતાં હોય પરંતુ ત્યાં આગ લાગે તો કોઈ બચાવી શકે એમ નથી. તો સાથે મોટી ફી આપી બાળકો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં પણ ફાયર એનઓસીની ગેરહાજરી જોવા મળી રહી છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે ફાયર એનઓસી વિનાની હોસ્પિટલમાં સરકાર ઓપરેશન અને ઇન્ડોર પેશન્ટ બંધ કરાવે.

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં કોરોના કાળમાં અનેક હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. અને કોરોના માંથી બચ્યા તો આગમાં મોતને ભેટયા હતા. તો સાથે સુરત માં પણ ખાનગી ટ્યુશન કલાસમાં લાગેલી આગી ઘટનામાં ઘણા વિધાર્થીઓ હોમાયા હતા. હાઇકોર્ટે સવાલ કર્યો કે હવે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું છે તેવામાં જો સ્કૂલમાં આગ લાગે તો નિર્દોષ બાળકો નો શું વાંક? તો આ સમગ્ર મામલે એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું કે, આવી સ્કૂલ અને હોસ્પિટલ પાસે ફાયર ફાઇટર્સ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. હાઇકોર્ટે કહ્યું છે કે ફાયર એઓનસી વિનાની આવી હોસ્પિટલ્સ સામે કાર્યવાહી જરૂરી છે. રાજ્ય સરકાર નામ આપે આવી હોસ્પિટલ સામે હુકમ કરવાનું પણ હાઇકોર્ટે જણાવ્યું.

 

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

Ahmedabad / સાયન્સ સીટીની મુલાકાત બની સસ્તી, હવે માત્ર આટલા રૂપિયા જ ખર્ચ કરવા પડશે

Life Management / ઘર સળગતું જોઈ પિતા ગભરાઈ ગયા, ત્યારે જ પુત્રએ આવીને એવી વાત કરી કે તેની ચિંતા દૂર થઈ

સીતામઢી / દેવી સીતાના મંદિરમાં છે ચાંદીના દરવાજા, અહીં થયો હતો જન્મ, હવે 251 મીટરની પ્રતિમા સ્થાપિત થશે

Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?