Surat News/ માત્ર ભણવા બાબતે ઠપકો અને ઘર છોડવાનો નિર્ણય! સુરતમાં 13 વર્ષના કિશોર સાથે શું થયું?

Surat Missing Student: સુરતના વરાછામાં માતાએ ભણવા બાબતે ઠપકો આપતાં ધોરણ-8નો 13 વર્ષીય વિદ્યાર્થી ઘર છોડીને જતો રહ્યો હતો. વરાછા પોલીસે CCTV અને મોબાઇલ લોકેશનની મદદથી તેને હેમખેમ શોધી પરિવારને સોંપ્યો.

Surat Top Stories Gujarat Breaking News
Surat Missing Student: 13 વર્ષનો દીકરો ઘર છોડીને ભાગ્યો, પછી જે થયું…

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં નાની વાતે માતા સાથે થયેલા મનદુઃખ બાદ ધોરણ-8માં અભ્યાસ કરતો 13 વર્ષનો કિશોર ઘર છોડીને જતો (Surat Missing Student) રહ્યો હતો. ટ્યુશનથી મોડો ઘરે પહોંચતાં માતાએ તેને ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી આવતાં કિશોર કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો અને રાત પોતાના મિત્રના ઘરે રોકાયો હતો. બીજી તરફ, પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. અંતે વરાછા પોલીસે મોબાઇલ લોકેશન અને CCTV ફૂટેજની મદદથી કિશોરને હેમખેમ શોધી કાઢ્યો હતો. દીકરો સુરક્ષિત મળી આવતાં માતા તેને ભેટીને રડી પડી હતી.

Surat Missing Student: માતાએ ઠપકો આપતાં કિશોર ઘરેથી નીકળી ગયો

વરાછામાં રહેતા રાજેશ મિશ્રાનો 13 વર્ષનો પુત્ર સંજય ધોરણ-8માં અભ્યાસ (13 Year Old Boy Missing)  કરે છે. સંજય સવારે સ્કૂલે ગયો હતો અને ત્યારબાદ ટ્યુશન પૂરું કરીને મોડો ઘરે પહોંચ્યો હતો. આથી માતાએ તેને અભ્યાસ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો.

માતાની વાતનું માઠું લાગી આવતાં સંજય કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે તે પોતાના એક મિત્રના ઘરે રોકાયો હતો. બીજી તરફ, પરિવારજનોએ આસપાસના વિસ્તારો અને સગા-સંબંધીઓમાં તેની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે પિતા રાજેશભાઈએ વરાછા પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી

13 વર્ષનો કિશોર ગુમ થયાની જાણ થતાં વરાછા પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્ટાફના PSI વી.ડી. માળીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસ કોન્સ્ટેબલ હિતેંદ્રસિંહ હરેશભાઈ અને નામદેવસિંહ દોલતસિંહે કિશોરના ફોટોગ્રાફના આધારે તપાસ કરી હતી. સાથે જ વિસ્તારના CCTV કેમેરાનાં ફૂટેજ તપાસીને તેની અવરજવર અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મોબાઇલ લોકેશનના આધારે કિશોર સુધી પહોંચી પોલીસ

બીજા દિવસે સંજય પાસે રહેલા રૂ.10થી રૂ.12 જેટલા રૂપિયા વાપરીને રિક્ષામાં ઘરની નજીકના વિસ્તારમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તે વારંવાર પોતાનો મોબાઇલ ફોન ચાલુ અને બંધ કરી રહ્યો હતો. પોલીસે મોબાઇલ લોકેશનના આધારે તેની (Mobile Location Tracking) શોધખોળ આગળ વધારી હતી.

પોલીસે ફોન પર સંજય સાથે સંપર્ક સાધ્યો હતો અને તેને પ્રેમથી સમજાવી નજીકના વિસ્તારમાં આવવા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યોગ્ય વોચ ગોઠવી તેને સુરક્ષિત રીતે શોધી (Student Found Safe) કાઢ્યો હતો.

દીકરો મળતાં માતાની આંખોમાંથી વહ્યાં આંસુ

કિશોર હેમખેમ મળી આવતાં પોલીસે જરૂરી કાઉન્સિલિંગ કર્યા બાદ તેને પરિવારને સોંપ્યો હતો. લાંબા સમયથી દીકરાની ચિંતામાં રહેલા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીકરાને સુરક્ષિત જોઈ માતા તેને ભેટીને રડી પડી હતી.

પિતા અને પરિવારજનોએ પોલીસની ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નાની વાતે રિસાઈને ઘર છોડીને જતા બાળકોના આવા કિસ્સાઓમાં પરિવારજનો દ્વારા સમયસર પોલીસને જાણ કરવી અને બાળકો સાથે શાંતિથી વાતચીત કરવી કેટલી જરૂરી છે, તે આ ઘટના દર્શાવે છે.


આ પણ વાંચો: સુરતમાં 14 વર્ષની સગીરા પર કિશોર દ્વારા ત્રણ વખત દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચો: 14 વર્ષની કિશોરી પ્રેમમાં પડી, ઇન્સ્ટાગ્રામ પર “મારો બોયફ્રેન્ડ મારો પ્રેમ છે” બની ક્રૂરતાનો ભોગ

આ પણ વાંચો: ‘મારી મરજીથી જઉં’ લખી 14 વર્ષની કિશોરીનું અપહરણ, આરોપી ધરપકડ