mail એકાઉન્ટનો ઉપયોગ આપણે ગમે ત્યારે કરવો પડી શકે છે, જરૂરી નથી કે આપણે દર વખતે ઘરે જ તેનો ઉપયોગ કરતા હોય. એવામાં ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણે બહાર જીમેઇલ ઓપન કરી કરી દઈએ છીએ પરંતુ ક્યારેક લૉગ આઉટ (Forget Gmail Log out) કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. અનેક વખત આપણને આવું યાદ પણ આવે છે પરંતુ ત્યાં જવાનું શક્ય નથી હોતું. એવું પણ હોઈ શકે કે તને એ શહેરમાંથી બીજા શહેરમાં ચાલ્યા ગયો હોવ. આથી આવા સમયે આપણને એવો ડર રહે છે કે આપણી વ્યક્તિગત માહિતી અને ઇ-મેઇલની અંદર રહેલી માહિતીની ચોરી થઈ શકે છે. આજે અમે તમને એક એવી ટ્રીક બતાવી રહ્યા છીએ જેમાં તમે તમારા મોબાઇલની મદદથી જ અન્ય જગ્યાએ ઓપન હોય તે gmail એકાઉન્ટને લૉગઆઉટ કરી શકો છો.
મોબાઇલથી લૉગઇન કરો
તમારું gmail એકાઉન્ટ કેટલા લેપટોપ કે ડેસ્કટૉપમાં ખુલ્લું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા મોબાઇલ ફોનથી જ આ વાતની જાણકારી મળી શકે છે. આ માટે તમારે Gmail એપ પર નહીં પરંતુ ગૂગલ ક્રોમ પર તમારું જીમેઇલ એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે. અહીં તમારે એ જીમેઇલનું લૉગઈન આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે જેના વિશે તમે માહિતી મેળવવા માંગો છો કે તે ક્યાં ક્યાં ખુલ્લું છે.
લૉગઇન બાદ કરવું પડશે આ કામ
ગૂગલ ક્રોમ પર લૉગઈન કર્યાં બાદ તમને સામાન્ય પેજ નજરે પડશે. જેમાં તમારે સ્ક્રોલ કરતાં કરતાં નીચેની તરફ જવાનું છે. અહીં તમને View Gmail in: Mobile/ Older version/Desktop નજરે પડશે. Desktopને ક્લિક કરવાનું છે. જે બાદમાં તમને જે રીતે ડેસ્કટોપ પર gmail દેખાય છે તેવી રીતે તમામ ઇ-મેઇલ નજરે પડશે.
અહીં મળશે વિગત
આ પેજ પર તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું રહેશે. અહીં તમારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા gmailની જાણકારી હશે. અહીં નજર કરશો તો તમને Details લખેલું જોવા મળશે. આ એ લાઈનાં લખેલું હશે જ્યાં તમને Last Account Acitivity જોવા મળશે. હવે તમારે Detail પર ક્લિક કરવાનું રહેશે.
અહીં કરવું પડશે આ કામ
Details ફર ક્લિક કરતાની સાથે જ તમને એક પેજ નજરે પડશે. એટલે કે તમને gmail recent activity નજરે પડશે. એટલે કે એ માહિતી મળશે કે તમારું જીમેઇલ એકાઉન્ટ કયા આઈપી એડ્રેસ પર કેટલા સમયથી ચાલી રહ્યું છે. જોકે, તમારે એ નક્કી કરવાનું છે કે કઈ કઈ સિસ્ટમ પર તમારું જી-મેઇલ ચાલી રહ્યું છે. આ માટે તમારે Security Checkup પર ક્લિક કરવાનું રહેશે.