Ayodhya News: રામ જન્મભૂમિ પર ભક્તિ, આસ્થા અને વૈભવનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. અયોધ્યાના રામ લલ્લા મંદિર(Ram Lalla Mandir) સંકુલમાં ટૂંક સમયમાં એક અત્યંત ભવ્ય, કિંમતી અને દિવ્ય મૂર્તિની સ્થાપના થવાની છે, જે તેની કલાત્મકતા અને આધ્યાત્મિક મહત્ત્વને કારણે દેશ-વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ રામ લલ્લા (Ram Lalla)ની મૂર્તિ સંપૂર્ણપણે સુવર્ણ ઝળહળાટ સાથે હીરા, પન્ના, નીલમ અને અન્ય કિંમતી રત્નોથી જડિત છે. તેની અંદાજિત કિંમત 25 થી 30 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

કર્ણાટકના અજ્ઞાત ભક્તનું અદ્ભુત દાન
આ અદભુત મૂર્તિનું દાન કર્ણાટકના એક અજ્ઞાત ભક્ત દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના અધિકારીઓ મુજબ, દાતાની ઓળખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ મૂર્તિ મંગળવારે સાંજે ખાસ સુરક્ષિત વાન દ્વારા કર્ણાટકથી અયોધ્યા લાવવામાં આવી હતી. કર્ણાટકથી અયોધ્યા સુધીનું આશરે 1,750 કિમીનું અંતર 5થી 6 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું, જેથી રામ લલ્લા (Ram Lalla)ની મૂર્તિ સંપૂર્ણ સુરક્ષિત રીતે મંદિર સંકુલ સુધી પહોંચી છે.

રામ લલ્લા (Ram Lalla)ની મૂર્તિની ભવ્યતા અને વિશેષતાઓ
રામ લલ્લા (Ram Lalla)ની મૂર્તિની ઊંચાઈ 10 ફૂટ, પહોળાઈ 8 ફૂટ, અંદાજિત વજન 5 ક્વિન્ટલ અને શૈલી દક્ષિણ ભારતીય કલાત્મક પરંપરાથી બનાવાયું છે. આ મૂર્તિનું નિર્માણ તંજાવુરના કુશળ અને અનુભવી શિલ્પકારોએ કર્યું છે, જેમણે દક્ષિણ ભારતની પરંપરાગત કલા અને આધુનિક તકનીકનો સંયોજન કરી તેને અદ્વિતીય સ્વરૂપ આપ્યું છે.
અંગદ ટીલા ખાતે સ્થાપન પર વિચારણા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું કે, આ મૂર્તિને સંત તુલસીદાસ મંદિર નજીક આવેલા અંગદ ટીલા સંકુલમાં સ્થાપિત કરવાની વિચારણા ચાલી રહી છે. સ્થાપન પહેલાં રામ લલ્લા (Ram Lalla)ની મૂર્તિનું ઔપચારિક અનાવરણ, વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક અને દેશભરના સંતો અને મહંતોની ઉપસ્થિત રહેશે. આ બધું એક વિશાળ ધાર્મિક સમારોહ રૂપે યોજાશે.
રામ લલ્લા (Ram Lalla) અભિષેકની બીજી વર્ષગાંઠ
રામ લલ્લા (Ram Lalla)નો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થયો હતો. હિન્દુ પંચાંગ મુજબ, આ વર્ષે તેની બીજી વર્ષગાંઠ ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવાશે. આ કાર્યક્રમ 29 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 સુધી અંગદ ટીલા સંકુલમાં વૈદિક વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન-કીર્તન સાથે મંદિરના ગર્ભગૃહમાં શ્રીરામ અભિષેક, શ્રૃંગાર, ભોગ અને આરતી સવારે 9:30 વાગ્યેથી બપોર સુધી ચાલશે.
ધાર્મિક અને સાંસ્કૃતિક તૈયારીઓ શરૂ
પ્રતિષ્ઠા દ્વાદશી અને ભક્તો માટે પંડાલ, મંચ અને ભવ્ય સજાવટ નું કામ શરૂ થઈ ચૂક્યું છે. ભૂમિપૂજન સમારોહમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:અયોધ્યામાં ધાર્મિક વિધિ કરતા 101 વૈદિક આચાર્યો, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ
આ પણ વાંચો:અયોધ્યામાં 3 જૂનથી બીજી પ્રાણ પ્રતિષ્ઠા;જાણો રામ મંદિરમાં કોના સ્વાગત માટે થઈ રહી છે તૈયારીઓ ?
આ પણ વાંચો:અયોધ્યામાં રામ નવમી પર રામ લાલાને સૂર્ય તિલક, મંદિરમાં ઘંટ અને શંખ ગુંજવા લાગ્યા
