Not Set/ CDR મામલો : સિદ્દીકી બાદ હવે કંગના રનૌત અને આયશા શ્રોફનું નામ આવ્યું સામે

મુંબઈ, બોલીવુડના રૂપેરી પડદા સાથે સંકળાયેલા કલાકારો દ્વારા ગેરકાયદેસર કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) કાઢવા મામલે વધુ એક સ્ફોટક ખુલાસો થયો છે. ગેરકાયદેસર કોલ ડિટેલ્સ રેકોર્ડ કાઢવાના મામલે હવે એક પછી એક મોટા કલાકારોના નામ બહાર આવી રહ્યા છે ત્યારે આ મામલાની નવી તપાસમાં એક્ટર જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ અને અભિનેત્રી કંગના રનૌતનું શામેલ હોવાનું […]

India

મુંબઈ,

બોલીવુડના રૂપેરી પડદા સાથે સંકળાયેલા કલાકારો દ્વારા ગેરકાયદેસર કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) કાઢવા મામલે વધુ એક સ્ફોટક ખુલાસો થયો છે. ગેરકાયદેસર કોલ ડિટેલ્સ રેકોર્ડ કાઢવાના મામલે હવે એક પછી એક મોટા કલાકારોના નામ બહાર આવી રહ્યા છે ત્યારે આ મામલાની નવી તપાસમાં એક્ટર જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ અને અભિનેત્રી કંગના રનૌતનું શામેલ હોવાનું સામે આવ્યું છે.

આ પહેલા એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી તેની પત્નીની કોલ ડિટેલ્સ કાઢવા મામલે એક ખુલાસો થયો હતો. ત્યારબાદ નવાજુદ્દીન સિદ્દીકીના વકીલ રિઝવાન સિદ્દીકીની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

થોડાક સમય પહેલા મુંબઈ પોલીસે રંજન પંડિત નામની મહિલા જાસૂસની ધરપકડ કરી હતી. પોલીસ પોતાની તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે, રંજન પંડિત ૨૫,૦૦૦ રૂપિયા લઈને મોબાઈલની કોલ ડિટેલ્સ કાઢી આપવાનું કામ કરતા હતા જે કાયદાકીય રીતે ગેરકાયદેસર હતું.

મુંબઈ ક્રાઈમના ડીસીપી અભિષેક ત્રિમુખે જણાવ્યું હતું કે, CDR મામલાની તપાસમાં કેટલાક એક્ટર અને બિઝનેશમેનોના નામો ઉજાગર થશે. સિદ્દીકીના ફોનની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આયશા શ્રોફે પણ એક્ટર સાહિલ ખાનની કોલ ડિટેલ્સ ગેરકાયદેસર રીતે કાઢી હતી. ત્યારબાદ સીડીઆરના મામલે સંભવિત વ્યક્તિગત કારણોથી રિઝવાન સિદ્દીકીને આપવામાં આવ્યા છે. ત્યારે હવે CDR મેળવનારા ટુંક સમયમાં સામે આવી જશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ પાસે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે અભિનેતા ઋતિક રોશનનો નંબર રિજવાનને મોકલવાના પુરાવાઓ પણ છે. અમારા દ્વારા મોબાઈલ ઓપરેટર્સના નોડલ અધિકારીઓને વધુ જાણકારી આપવા માટે જણાવ્યું છે.

ડીસીપીએ જણાવ્યું હતું કે, “સિદ્દીકીએ પૂછપરછમાં કહ્યું, તે ધરપકડ કરવામાં આવેલા મૈગનમ એજન્સીના પ્રાઈવેટ જાસૂસ પ્રશાંત પાલેકરને છેલ્લા ૬ મહિનાથી જાણે છે પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બંને ૨૦૧૪થી એક-બીજાના સંપર્કમાં હતા અને પાલેકર દ્વારા જ સિદ્દીકીએ બોલીવુડની અનેક હસ્તીઓના મોબાઈલની વિગતો ગેરકાયદેસર રીતે મેળવી હતી.