ASSAM/ આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈનું 84 વર્ષની વયે કોરોના સંક્રમણથી નિધન

આસારામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું કોરોનાની સારવાર દરમિયાન 84 વર્ષની ઉમરે નિધન થયું છે. આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈની તબિયત લથડતા

India Breaking News
tarun gogoi આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈનું 84 વર્ષની વયે કોરોના સંક્રમણથી નિધન

આસારામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું કોરોનાની સારવાર દરમિયાન 84 વર્ષની ઉમરે નિધન થયું છે. આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈની તબિયત લથડતા તેમની સારવાર ચાલી રહી હતી. સોમવારે સવારે વધુ વણસી હતી. તેમની સંભાળ રાખનારા ડોક્ટરોએ કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીની હાલત અત્યંત નાજુક હતી. ગૌહાટી મેડિકલ કોલેજના અધિક્ષક અભિજીત શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાવરિષ્ઠ નેતા હતાં, નવ ડોકટરોની ટીમની દેખરેખ રાખવામાં આવી રહી હતી.

જીએમસીએચમાં સારવાર ચાલી રહી હતી.
કોંગ્રેસના 84 વર્ષીય નેતાની ગૌહાટી મેડિકલ કોલેજ (જીએમસીએચ)માં સારવાર ચાલી રહી હતી. તબિયતની સ્થિતિ અત્યંત નાજુક હતી તેમને સારવાર આપી અને સ્વસ્થ થાય તે માટે ડોકટરો વધુ સારા પ્રયાસો કરી રહ્યા હતા. આસામના આરોગ્ય પ્રધાન હેમંત વિશ્વા સર્મા, ગોગોઇના પુત્ર ગૌરવ સાથે જીએમસીએચ ખાતે છેલ્લે સુધી હાજર હતા.

ગોગોઇ વેન્ટિલેટર પર હતા અને તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. રવિવારે તેમનું ડાયાલિસિસ થયું હતું જે છ કલાક સુધી ચાલ્યું હતું. આસામના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા ગોગોઈને 2 નવેમ્બરના રોજ જીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત વધુ બગડતાં તેમને શનિવારે રાત્રે વેન્ટિલેટર પર મુકી દેવામાં આવ્યા હતાં. તેઓને 25 ઓક્ટોબરના રોજ કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….