Not Set/ પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમને પોતાનો 74 મો જન્મદિવસ (16 સપ્ટેમ્બર) જેલમાં ઉજવવો પડશે…!!

INX મીડિયા કેસમાં કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા પછી પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને ગુરુવારે દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિદમ્બરમ માટે તિહારમાં જેલની બેરેક માં અનુકૂળ થવું બહુજ મુશ્કેલ હતું. તેમણે જેલમાં ધાબળો અને ઓશીકું આપવામાં આવ્યું  હતું. પરંતુ જેલ માં તેમના માટે સૂવું લગભગ […]

Top Stories India Politics

INX મીડિયા કેસમાં કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા પછી પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને ગુરુવારે દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિદમ્બરમ માટે તિહારમાં જેલની બેરેક માં અનુકૂળ થવું બહુજ મુશ્કેલ હતું. તેમણે જેલમાં ધાબળો અને ઓશીકું આપવામાં આવ્યું  હતું. પરંતુ જેલ માં તેમના માટે સૂવું લગભગ અશક્ય હતું. લગભગ આખી રાત તેમણે જાગતા જ વિતાવી હતી.

કોર્ટે તેમને તેની સાથે દવાઓ અને ચશ્માં વિગેરે લઈ જવાની મંજૂરી આપી હતી.  રાત્રે તેની પાસે દવાઓ હતી અને નિયમિત જેલના કેદીઓની જેમ ફ્લોર પર સૂવું પડ્યું.

ચિદમ્બરમને તિહારની જેલ નંબર 7 ના વોર્ડ નંબર 2 ના 15 નંબરના સેલમાં રાખવામાં આવ્યા છે જેમાં 600-700 કેદીઓ છે. અગાઉ તેમનો પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ આ જ જેલમાં બંધ હતો. જેલ નંબર 7 માં નોંધાયેલા અન્ય વ્યક્તિઓમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરી અને અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર કેસના આરોપી ક્રિશ્ચિયન મિશેલનો સમાવેશ થાય છે.

જેલ નંબર 7માં બે પ્રકારના સેલ હોય છે. એક માં એક વ્યક્તિ રહે છે અને બીજા એવપન સેલ છે જેમ 3 કેદીઓ રહે છે.

શુક્રવારે સવારે ચિદમ્બરમને ચા અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. બપોરના ભોજનમાં તેને રોટલી, શાક, દાળ અને ભાત આપવામાં આવ્યા હતા. બપોરના ભોજનનો સમય સવારે 11.30 વાગ્યે છે. 12.30 અને 3.30 ની વચ્ચે તે સેલની અંદર રહેશે. 3.00 વાગ્યા બાદ તે બહાર આવી શકે અને પુસ્તકાલય ની મુલાકાત લઈ શકે છે. અથવા અન્ય કેદીઓ સાથે રમી શકે છે. તેમને રાત્રે 6.45 વાગ્યે ડિનર પીરસવામાં આવશે, જ્યારે ટીવી રાત્રે 9.00  વાગ્યા સુધી જોઈ શકશે. ત્યારબાદ  તેને ફરીથી તેના સેલમાં મોકલવામાં આવશે.

ચિદમ્બરમનો જન્મદિવસ 16 સપ્ટેમ્બર

ચિદમ્બરમનો તિહાર જેલમાં રોકાણનો સમયગાળો 19 સપ્ટેમ્બર સુધીનો છે, જેનો અર્થ છે કે તેમણે પોતાનો 74 મો જન્મદિવસ (16 સપ્ટેમ્બર) જેલમાં પસાર કરવો પડશે. તિહાર ખાતે તેમના રોકાણ દરમિયાન, મહત્તમ 10 લોકો તેમની સાથે અઠવાડિયામાં બે વાર સવારે 8 થી 1.30 ની વચ્ચે મુલાકાત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.