સજા/ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ

સરકોઝી પર આરોપ હતો કે  તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નક્કી કરેલા $ 27.5 મિલિયન (લગભગ 200 કરોડ રૂપિયા) કરતા વધારે ખર્ચ કર્યો હતો

Top Stories
punjab 4 ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી 2012 ની ચૂંટણી દરમિયાન ખર્ચમાં ગેરરીતિઓ માટે દોષિત સાબિત થયા છે. સરકોઝી પર આરોપ હતો કે  તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નક્કી કરેલા $ 27.5 મિલિયન (લગભગ 200 કરોડ રૂપિયા) કરતા વધારે ખર્ચ કર્યો હતો. આ ચૂંટણીમાં તેમને તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઓલાંદથી તેઓ  હારી ગયા હતા. જોકે, સરકોઝીએ આ તમામ આરોપોને નકાર્યા છે.

સમગ્ર મામલો કોર્ટેમાં પહોચ્યો હતો તેમને  ભ્રષ્ટાચારના કેસમાં 3 વર્ષની સજા ફટકારી હતી, જે બે વર્ષ ઘટાડવામાં આવી  હતી. આ સાથે જ તેઓ 1945 પછી ફ્રાન્સના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.જેમને જેલનો સામનો કરવો પડ્યો  હતો. સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું કે સરકોઝીને જેલમાં જવાની જરૂર નથી, તે પોતાની સજા પૂરી કરવા માટે ઘરે ખાસ બ્રેસલેટ પહેરી શકે છે. સરકોઝી 2007 થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા.