T20 World Cup/ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી ઇયોન મોર્ગને બનાવ્યો T20 માં રેકોર્ડ

શ્રીલંકા વિરુદ્ધ જીત સાથે ઈંગ્લિશ ટીમનાં કેપ્ટન ઇયોન મોર્ગને T20 ઈન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ પણ બનાવી લીધો છે. તે રમતનાં ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે.

Sports
ઇયોન મોર્ગન અને ધોની

ઈંગ્લેન્ડે સોમવારે રાત્રે શ્રીલંકા સામે 26 રને જીત મેળવીને નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે ઈંગ્લિશ ટીમનાં કેપ્ટન ઇયોન મોર્ગને T20 ઈન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ પણ બનાવી લીધો છે. તે રમતનાં ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. તેણે આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.

ઇયોન મોર્ગન

આ પણ વાંચો – અટકળોનો અંત / પંજાબના એડવોકેટ જનરલે રાજીનામાની અટકળો પર લગાવ્યો પૂર્ણવિરામ,સિદ્વુથી નારાજ હતા

ઈંગ્લેન્ડે T20 ક્રિકેટ વર્લ્ડકપની તેની ચોથી મેચ પણ જીતી લીધી છે. શ્રીલંકા સામેની આ મેચમાં જોસ બટલરની સદીની મદદથી ઈંગ્લેન્ડે 163 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ ટાર્ગેટનો પીછો કરી શકી નહોતી. આ જીત સાથે, ઇયોન મોર્ગન T20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવનાર ખેલાડી પણ બની ગયો છે. આ મામલે ઇયોન મોર્ગને મહેન્દ્ર સિંહ ધોનીને પાઠળ છોડી દીધો છે.  મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેણે 72 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. તેમાંથી તેણે 42 મેચ જીતી હતી. ઇઓન મોર્ગને સોમવારે શ્રીલંકા વિરુદ્ધ કેપ્ટન તરીકે 43મી જીત નોંધાવી હતી. તેનો રેકોર્ડ ધોની કરતા થોડો સારો લાગે છે કારણ કે આમ કરવા માટે તેણે ધોની કરતા ઓછી એટલે કે કુલ 68 મેચ રમી હતી.

જણાવી દઇએ કે, શ્રીલંકા વિરુદ્ધ મેચમાં જીત મેળવ્યા બાદ મોર્ગને કહ્યું કે, આજે રાત્રે અમે જે કર્યું તેના પર મને અતિ ગર્વ છે. અહીં વસ્તુઓ બદલાતી રહી. લિવિંગસ્ટોન અને મોઈન એ અસાધારણ કામ કર્યું. હું મારા લોકોને દોષ આપી શકતો નથી. મને લાગ્યું કે જોસ બટલરે સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી. તેને બીજા છેડેથી જોવું અકલ્પનીય હતું. તે રમતનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે અને અમે તેનુ અમારી પાસે હોવુ અમારા માટે નસીબદાર બનવા બરોબર છે. અમે ચાર જીતથી ખુશ છીએ. વળી, ફોર્મમાં પાછા ફરતા, તેમણે કહ્યું કે તમારે વિશ્વાસ કરવો પડશે, હું હંમેશા કરું છું. આજે કઠિન પરીક્ષા હતી.

કેપ્ટન તરીકે સૌથી વધુ T20I જીતે છે

ઇયોન મોર્ગન 43 (68 મેચ)
અસગર અફઘાન 42 (52 મેચ)
મહેન્દ્ર સિંહ ધોની 42 (72 મેચ)
સરફરાઝ અહેમદ 29 (37 મેચ)
વિરાટ કોહલી 29 (47 મેચ)

ઇયોન મોર્ગન

આ પણ વાંચો – T20 World Cup / બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો

આપને જણાવી દઈએ કે, ઇયોન મોર્ગન ઈંગ્લેન્ડ તરફથી T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર છે. તેણે 110 મેચમાં 14 અડધી સદી સહિત 2367 રન બનાવ્યા છે. આટલું જ નહીં T20માં તેના નામે 116 સિક્સરનો રેકોર્ડ પણ છે. શ્રીલંકા વિરુદ્ધની મેચ દરમિયાન પણ તેણે પોતાની બેટિંગ કુશળતા દેખાડી હતી. પ્રથમ 15 બોલમાં 20 રનની સરેરાશ દરે રન બનાવનાર મોર્ગને અચાનક ગિયર બદલ્યો અને ઈંગ્લેન્ડને 100 રનથી ઉપર પહોંચાડી દીધું. બાદમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ અને અમે જીત મેળવવામાં સફળ થયા.