મહારાષ્ટ્ર/ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હાલત

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ મહારાષ્ટ્રના પુણે શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Top Stories India
YouTube Thumbnail 2024 03 14T120908.536 પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હાલત

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ મહારાષ્ટ્રના પુણે શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી.

તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ

89 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પાટીલને બુધવારે ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ અને છાતીમાં ઈન્ફેક્શન છે. તેમની હાલત સ્થિર છે. તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ ડોકટરોની દેખરેખમાં છે.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

આપને જણાવી દઈએ કે પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે 2007 થી 2012 સુધી ટોચના બંધારણીય પદ પર સેવા આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક

આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો

આ પણ વાંચો:2019 થી અત્યાર સુધી ખરીદ્યા 22,217 ઈલેક્ટોરલ બોન્ડ, 22,030 રોકડ: SCમાં SBIનું એફિડેવિટ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી: મોદીએ માત્ર 41 દિવસમાં 24 રાજ્યોનો કર્યો પ્રવાસ, PM 12 દિવસમાં 4 વખત પહોંચ્યા મમતાના ગઢમાં