Cricket/ ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટરે માઇનર લીગ ક્રિકેટમાં ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video

અમેરિકાની માઇનર લીગ ક્રિકેટમાં સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સ તરફથી રમતા ઉન્મુક્ત ચંદે 132 રનની ઈનિંગ રમી હતી.

Sports

ટીમ ઇન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર ઉન્મુક્ત ચંદ હવે અમેરિકામાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અમેરિકાની માઇનર લીગ ક્રિકેટમાં સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સ તરફથી રમતા ઉન્મુક્ત ચંદે 132 રનની ઈનિંગ રમી હતી. સેમિફાઇનલ મેચમાં, ઉન્મુક્તે એકલા હાથે સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સને ઓસ્ટિન એથલેટિક્સ સામે અદભૂત વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને આવ્યો Heart Attack

આપને જણાવી દઇએ કે, સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સને જીતવા માટે 20 ઓવરમાં 185 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ટીમે 19.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર યુવાન ખેલાડી ઉન્મુક્ત ચંદ હાલમાં અમેરિકામાં પોતાના બેટથી હંગામો મચાવી રહ્યો છે. 28 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ઉન્મુક્ત ચંદ ભારત છોડીને અમેરિકા ચાલ્યો ગયો હતો અને હવે ત્યાં ટીમ માટે ક્રિકેટ રમી રહ્યા છે. સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સ માટે બેટિંગ કરતા ઉન્મુક્ત ચંદે માત્ર 52 બોલમાં સદી ફટકારી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. ચંદે પોતાની ઇનિંગ દરમિયાન માત્ર 69 બોલનો સામનો કર્યો હતો, જેમાં 15 ચોક્કા અને 7 છક્કાની મદદથી અણનમ 132 રન બનાવ્યા હતા. ઉન્મુક્તની વિસ્ફોટક ઈનિંગનાં આધારે તેની ટીમે સિલિકોન વેલી સ્ટ્રાઈકર્સએ ઓસ્ટિન એથ્લેટિક્સને 6 વિકેટે હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટિનની ટીમે 9 વિકેટે 184 રન બનાવ્યા હતા. પરંતુ જલદી ઉન્મુક્તે ટીમને 3 બોલ બાકી રહેતા વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો – IPL 2021 / સંજુ સેમસને લીધી શિખર ધવનની જગ્યા, મેળવ્યો Orange Cap પર કબ્જો

ઉનમુક્ત ચંદે હવે માઇનર ક્રિકેટ લીગમાં કુલ 14 મેચ રમી છે. જેમાં તેણે સદીની મદદથી 534 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 122 થી ઉપર હતો. ઉન્મુક્ત ચંદે તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને ભારત છોડી અમેરિકા ચાલ્યો ગયો હતો. તેણે દિલ્હી ક્રિકેટ બોર્ડ પર મોટો આરોપ લગાવ્યો છેે. નિવૃત્તિની જાહેરાત બાદ ઉન્મુક્ત ચંદે દિલ્હી બોર્ડ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. અંડર-19 ઉપરાંત ઉનમુક્ત ચંદ IPL નો પણ ભાગ હતો. તે IPL માં ત્રણ ટીમ માટે રમ્યો હતો. જેમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામેલ છે. ઉન્મુક્ત ચંદે 1 IPL મેચમાં 1 અડધી સદીની મદદથી કુલ 300 રન બનાવ્યા હતા. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 100 હતો. ઉન્મુક્ત ચંદે 2011 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને છેલ્લે 13 મે 2016 નાં રોજ રમ્યો હતો.