Not Set/ પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેનાં 40 હજાર કરોડ રૂપિયાનાં નિવેદન પર ફડણવીસે કરી સ્પષ્ટતા, આ ખોટી વાત છે

મહારાષ્ટ્રનાં 3 દિવસનાં મુખ્યમંત્રી બનનારા દેવેન્દ્ર ફડણવીસ અંગે ભાજપનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ ખુલાસો કર્યો છે કે ફડણવીસને એટલા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જેથી તેઓ લગભગ 40 હજાર કરોડ રૂપિયા કેન્દ્રને પરત કરી શકે. ફડણવીસે હવે હેગડેનાં નિવેદન પર સ્પષ્ટતા કરી છે. હેગડેનાં દાવાને નકારી કાઠતા ફડણવીસે કહ્યું કે મારા મુખ્યમંત્રી […]

Top Stories India

મહારાષ્ટ્રનાં 3 દિવસનાં મુખ્યમંત્રી બનનારા દેવેન્દ્ર ફડણવીસ અંગે ભાજપનાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ ખુલાસો કર્યો છે કે ફડણવીસને એટલા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જેથી તેઓ લગભગ 40 હજાર કરોડ રૂપિયા કેન્દ્રને પરત કરી શકે. ફડણવીસે હવે હેગડેનાં નિવેદન પર સ્પષ્ટતા કરી છે.

હેગડેનાં દાવાને નકારી કાઠતા ફડણવીસે કહ્યું કે મારા મુખ્યમંત્રી રહેતા કોઈ પૈસા પરત કરવામાં આવ્યા નથી. કેરટેકર સીએમ તરીકે મેં કોઈ નીતિપૂર્ણ નિર્ણય લીધા નથી. બુલેટ ટ્રેનનાં સવાલ પર ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકારની જમીન સંપાદન સિવાય આ પ્રોજેક્ટમાં કોઈ ભૂમિકા નથી.

હેગડેએ કહ્યું કે મુખ્યમંત્રી પાસે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા 40 હજાર કરોડ રૂપિયાનો અધિકાર છે અને તે સરકારની તમામ યોજનાઓ માટે આ નાણાં ફાળવી શકે છે. ફડણવીસ એ હકીકતથી વાકેફ હતા કે એનસીપી-શિવસેના અને કોંગ્રેસની સરકાર બને તો ફંડનો દુરૂપયોગ કરવામાં આવશે.

હેગડેએ કહ્યું કે સેન્ટ્રલ ફંડ્સનાં દુરૂપયોગને બચાવવા માટે આ નાટક કરવાનું નક્કી થયું અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યાનાં 15 કલાકમાં જ તેમણે 40 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પરત કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.