America News/ 24 કલાકમાં અમેરિકામાં ચોથો મોટો હુમલો,ન્યૂયોર્ક નાઈટ ક્લબમાં જંગી ગોળીબાર; 11 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા હચમચી ગયું છે. હવે અમેરિકાના ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં ભયાનક ગોળીબારના સમાચાર સામે આવ્યા છે.

Top Stories World

America News: છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા (America) હચમચી ગયું છે. હવે અમેરિકાના ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં ( New York nightclub) ભયાનક ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. આ પહેલા બુધવારે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ISISના આતંકવાદીએ એક કાર ઘુસીને 15 લોકોના મોત નિપજ્યા હતા.

બીજો હુમલો અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પની હોટલની બહાર થયો હતો. જેમાં ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. આ પછી અમેરિકાના હોનોલુલુમાં થયેલા બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. હવે ન્યૂયોર્કમાં આ ચોથી મોટી ઘટના બની છે. અહેવાલો અનુસાર, ફાયરિંગની આ ઘટના ક્વીન્સમાં અમાઝુરા નાઇટ ક્લબમાં બની હતી.

જમૈકાના અમાઝુરા ઈવેન્ટ હોલ નજીક 11 જાન્યુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટ્રકે કચડી નાખ્યાઃ 10ના મોત, 35 ઘાયલ; હુમલાખોરે ફાયરિંગ પણ કર્યું હતું

આ પણ વાંચો:અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું થયું નિધન, 100મા વર્ષે લીધા છેલ્લા શ્વાસ

આ પણ વાંચો:અમેરિકામાં ચીનની બીજી કંપની પર પ્રતિબંધ લાગશે? અનેક કેસમાં તપાસ ચાલી રહી છે