ગુજરાત/ ચોટીલા નવા સુરજદેવળ મંદિર તરફથી તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.3.51 લાખનાં ખર્ચે જીવનજરૂરી કીટનું વિતરણ કરાયું

તાઉતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ઘમરોળી નાંખ્યુ હતુ. જેમાં અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ, ઉના અને એની આસપાસનાં વિસ્તારનાં ગામડાઓમાં ભારે નુકસાન થયું હતું.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

તાઉતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ઘમરોળી નાંખ્યુ હતુ. જેમાં અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ, ઉના અને એની આસપાસનાં વિસ્તારનાં ગામડાઓમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે આ વિસ્તારનાં અસરગ્રસ્ત પરિવારોની વહારે નવુ સુરજદેવળ મંદિર આવ્યું હતુ અને રૂપિયા 3.51 લાખના ખર્ચે 400 થી વધુ પરિવારોને કીટ વિતરણ કરવામાં આવી હતી.

રોડ અકસ્માત: ખારાઘોડા રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, ચાલકને ગંભીર ઇજા

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રનાં દરીયાઇ કાંઠા વિસ્તારમાં કહેર મચાવ્યો હતો. જેના કારણે ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં રહેતા લોકોની હાલત કફોડી બની હતી. ત્યારે વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારોની મદદ કરવા નવા સુરજદેવળ મંદિર દ્વારા પહેલ કરવામાં આવી છે. જેમા સમસ્ત કાઠી સમાજનાં સહયોગથી રૂપિયા 3,51,000 નાં ખર્ચે 34 કિલો સામાનની એક કીટ એવી 400 રાશન કીટ તૈયાર કરવામાં આવી હતી. અને શ્રી સુર્ય સેના યુવા ગ્રુપ ગુજરાતનાં સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી અસરગ્રસ્ત પરિવારો સુધી કીટ પહોંચાડવામા આવી હતી.

ક્રાઈમ: ધ્રાંગધ્રામાં ધોળા દિવસે થયેલી ચોરીનાં આરોપીઓ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકોમાં ઝડપાયા

ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડા બાદ દેશમાં યાસ નામનાં વાવાઝોડાએ તાંડવ મચાવવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં ઓડિશાનાં પારાદીપમાં જબરદસ્ત પવન સાથે દરિયામાં ભારે પવન સતત વધી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વાવાઝોડા બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં પૂર્વી કાંઠા વિસ્તારોમાં અથડાશે. દરમ્યાન, પૂર્વોત્તર રેલ્વે 29 મે સુધી દક્ષિણ અને કોલકાતાની 38 લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. મુસાફરોનાં પૈસા પરત આપવા માટે પણ તે તૈયાર છે. આઈજી કોસ્ટ ગાર્ડ કહે છે કે યાસ વાવાઝોડા માટે અમારી તૈયારીઓ એટલી છે કે કોઇ પણ માણસનું મોત નહી થાય. હાલમાં ઓડિશા, બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે.