Murder/ ગણદેવીના શખ્સની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવીને કરાઈ હત્યા

મૂળ ગણદેશીના રવિન્દ્ર વશીનો દીકરો મેહુલ વશી વર્ષોથી પોતાના પરિવાર સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહે છે. રવિન્દ્ર વશી બીલીમોરા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક હતા. મેહુશ વશીના પરિવારમાં પત્ની અને બે દીકરી છે.

NRI News

અમેરિકામાં ગુજરાતીઓની હત્યા કરવામાં અવી હોવાનું સામે આવ્યું છે. નવસારીનાં રહીશ અને બીલીમોરાના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઇ વશીનાં દીકરા મેહુલભાઇ વશીની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. 52 વર્ષીય મેહુલ વશીની અશ્વેત યુવક દ્વારા નિર્દયી રીતે હત્યા કરાઈ છે. મોટેલના રિનોવેશન જેવી નજીવી બાબતે બોલાચાલી થતા અશ્વેત યુવાને મેહુલ વશીની હત્યા કરતા ચકચાર મચી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ગણદેશીના રવિન્દ્ર વશીનો દીકરો મેહુલ વશી વર્ષોથી પોતાના પરિવાર સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહે છે. રવિન્દ્ર વશી બીલીમોરા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક હતા. મેહુશ વશીના પરિવારમાં પત્ની અને બે દીકરી છે. તેઓ એટલાન્ટાના રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. ત્યારે મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ચેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારે અશ્વેત યુવકે તેમની ગળુ દાબીને હત્યા કરી હતી. એટલુ જ નહિ, આ અશ્વેત યુવકે મેહુલ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને એ ક્યાં છે એવું પૂછ્યું ત્યારે વળતા મેસેજમાં મેં તેને મારી નાખ્યો એવો જવાબ આપ્યો હતો.

જે બાદ તરત જ મેહુલભાઇની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે પોલીસને પણ આ અંગે જાણ કરાઇ હતી.  મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં નોકરી કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે. આ બાબત સામે આવતા નવસારીમાં પણ ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. પરિવાર અને મિત્રોમાં શોક અને રોષની લાગણી છવાઇ છે. આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મેહુલભાઈ વશી ગણદેવીના મહેતા અને સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈના જમાઈ થાય છે. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં જોબ કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે.

નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં પણ અમેરિકાના સાઉથ કેરોલિનામાં મૂળ આણંદના વલ્લભ વિદ્યાનગર શહેરના એક NRG અશ્વિન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 60 વર્ષના અશ્વિન પટેલને તેમના ‘કોર્નર સ્ટોપ’ પર ગોળી મારી દેવામાં આવી હતી. જે સોલોમન બ્લાટ એવન્યૂ પર સ્થિત એક સ્ટોર છે, જે સાઉથ કેરોલિના હાઈવે 3 પર આવેલો છે. ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી. સાઉથ કેરોલિનાના લો એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ આ ઘટનાને ‘લૂંટના ઈરાદે’ હત્યા ગણાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…