Not Set/ #Gandhinagar/  પાટનગરનાં વધુ બે વિસ્તાર ક્લસ્ટર ઝોન જાહેર

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં અહી કોરોનાનાં દર્દીઓ વધ્યા છે. ત્યારે હવે ગાંધીનગરનાં વધુ બે વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમા  સેક્ટર 13બી અને સેક્ટર 24 ને ક્લસ્ટર ઝોન જાહેર કરાયા છે. સેક્ટર 24માં આવેલા 534 ઘર અને 2,756 લોકોનો ક્લસ્ટર ઝોનમાં સમાવેશ થાય છે. […]

Uncategorized
020ad3899a55a28b0e3c73a6681386b0 #Gandhinagar/  પાટનગરનાં વધુ બે વિસ્તાર ક્લસ્ટર ઝોન જાહેર

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં અહી કોરોનાનાં દર્દીઓ વધ્યા છે. ત્યારે હવે ગાંધીનગરનાં વધુ બે વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમા  સેક્ટર 13બી અને સેક્ટર 24 ને ક્લસ્ટર ઝોન જાહેર કરાયા છે. સેક્ટર 24માં આવેલા 534 ઘર અને 2,756 લોકોનો ક્લસ્ટર ઝોનમાં સમાવેશ થાય છે. જ્યારે  સેક્ટર 13બીમાં 298 ઘર અને 1,456 લોકોનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે, છેલ્લાં 3 દિવસમાં શહેરનાં 6 વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરાયા છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ હોવાના કારણે મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં શરૂઆતનાં તબક્કામાં સેક્ટર-29 અને 23 માંથી કેસ સામે આવ્યા હતાં. ત્યારબાદ કોરોનાનાં બીજા તબક્કામાં સેક્ટર-3,2,7, 8 અને 13 માંથી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તાજેતરમાં અડાલજ, સુઘડ, સરગાસણ, ઉવારસદ, તારાપુર, હડમાતીયા સહિતનાં 15 ગામો અને તેની હદને કન્ટેઈનમેંટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કાળમુખો કહેર ધીરે ધીરે ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જ્યારે લોકડાઉનનાં કડક અમલ અને રાજ્ય આરોગ્ય વિભાગનાં સક્રિય પ્રયાસો વચ્ચે પણ કોરોના પોઝિટિવનાં કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે, પરિણામે હવે કોરોનાની મહામારી પર અંકુશ મેળવવો રાજ્ય સરકાર માટે એક પડકાર સાબિત થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.