ગાંધીનગર,
રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 18થી 20 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોરેન ડેલીગેટ્સ, ઉદ્યોગપતિઓ અને વીવીઆઇપીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે.
ત્યારે ડેલીગેટ સાથે પોલીસે કેવું વર્તન કરવું તેને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
કોર્ડિનેટર વાલેરાએ જણાવ્યું હતુ કે, 1500 પોલીસ કર્મચારીઓએ 3 જેટલા સેસનમાં તાલીમ લીધી. 3 જેટલા એક્સપર્ટને ખાસ બોલાવ્યા હતાં. એક્સપર્ટ દ્વારા ડેલગેટ જ્યારે આવે તયારે કેવો એટીટ્યૂડ હોવો જોઈએ.
બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ. વાતચીત કેવી રીતે કરવી. લગેજની ચકાસણી કેવી રીતે કરવી. તેની ખાસ તાલીમ આપી હતી..પોલીસ કર્મચારીઓએ ખૂબ રસપૂર્વક સેમિનારમાં ભાગ લીધો હતો.
