અલ્પેશ ઠાકોર દિલ્હી હાઇકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અલ્પેશ ઠાકોર તમામ મુદ્દાને લઇને જવાબ આપશે અને આગામી રણનિતીને લઇને પણ કોન્ફરન્સમાં જાહેરાત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ તેને લઇને અનેક તર્ક વિતર્ક દેખાઇ રહી છે. દિલ્હીમાં પણ હાઇકમાન્ડ સાથે અલ્પેશે તેની નારાજગી મુદ્દે ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંદ ઝાલા કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની અટકળો સેવાઇ રહી હતી. તો આ બધી વાતો પર અલ્પેશ ઠાકોરે પૂર્ણવિરામ મૂકી દીધો છે અને બતાવી દીધું છે કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ નથી છોડ્યો.
#Congress છોડી ભાજપમાં જનારા નેતાને શુભકામનાઃ અલ્પેશ
પાર્ટીમાં મારે સંઘર્ષ કરવાની જરૂર નહીં પડેઃ અલ્પેશ@AlpeshThakor_ #Mantavyanews pic.twitter.com/tK4ojbzBUx— Mantavya News (@Mantavyanews) March 9, 2019
હાલ અલ્પેશ ઠાકોર આ અંગે ખુલાસા કરવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યાં છે કે, મારી નારાજગી કોંગ્રેસ સાથે છે તેને નકારી નથી શકતો. સત્તા બધાને સારી લાગે છે. જેનાથી હું મારા લોકો માટે બધુ કરી શકીશ. હું આજે સફાઇથી વાત કરવા આવ્યો છું.
હું ઇમાનદારી પૂર્વક કહું છું મારે મંત્રી બનવુ હતુઃ અલ્પેશ
હવે આતરિક સંઘર્ષ કરવાની જરૂર નહીં પડેઃ અલ્પેશ
હું લોક સભા ચૂંટણી નહીં લડુઃ અલ્પેશ#Congress સાથે હવે કોઇ નારાજગી નથીઃ અલ્પેશ
હું કોંગ્રેસમાં રહીને કામ કરીશઃ અલ્પેશ@AlpeshThakor_ #Mantavyanews pic.twitter.com/OPtJSoWwSh
— Mantavya News (@Mantavyanews) March 9, 2019
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સત્તા બધાને સારી લાગે છે. જેથી હું મારા સમાજના લોકો માટે બધુ કરી શકીશ, જ્યાં સુધી મારી ભાજપમાં જોડાવવાની વાત છે, તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, હું કોંગ્રેસ નહીં છોડું. હું પાર્ટીમાં જ રહીને મારા સમાજના લોકો માટે સર્વાંગી વિકાસ કરીશ.
કોંગ્રેસમાં જ રહીશ કહીને તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી મારી નારાજગીની ચર્ચા હતી. મારે મંત્રી બનવું હોત તો છ મહિના પહેલા બની ગયો હતો. હું મંત્રી બનવા માંગતો હતો.
મંત્રી બનીને ગરીબોનું કામ કરવા માંગતો હતોઃ અલ્પેશ
હું સમાજ વગર નહીં રહી શકુઃ અલ્પેશ
હું કોંગ્રેસને સમર્થન આપીશઃ અલ્પેશ (File Pic)@AlpeshThakor_ #Mantavyanews pic.twitter.com/WA72rvyVks— Mantavya News (@Mantavyanews) March 9, 2019
અલ્પેશે આજે લોકસભાની ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લોકો સામે રજૂ કર્યો હતો, તેમણે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, સાથે મારી પત્ની પણ રાજકારણમાં નહીં આવે. મારી પત્ની મારા પરિવારની સેવા કરશે. તેનાથી વિશેષ કંઇ જ નથી.
હું લોકોનાં જનાદેશથી કોંગ્રેસ પાર્ટીમાં ગયો હતો. કોંગ્રેસથી મારી કોઇ નારાજગી નથી. તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંત્રીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. મારી સાથે લાખો યુવાનો જોડાઇને કામ કરશે, પરંતુ હું દબાણમાં કામ કરવા માંગતો નથી.
મહત્વનુ છે કે પક્ષ પલટાની અટકળો શરૂ થતા અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈ કમાન્ડથી તેડુ આવ્યુ હતુ. તેથી તેઓ સમર્થકો સાથે દિલ્હી પહોંચ્યા. અલ્પેશ ઠાકોર કઇ શરતે માન્યા તેને લઇને હજુ કોઇ વધુ સ્પષ્ટતા નથી થઇ. પરંતુ જે રીતે અલ્પેશ રાજીનામુ નહી આપે એવાં અહેવાલ આવ્યા છે તે જોતા તે કોંગ્રેસનુ નાક દબાવવામાં સફળ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.
