Surat News: સુરતમાં મોટા બોરસરામાં સગીરા (Minor) સાથે સામૂહિક દુષ્કર્મ (Gangrape)ના કેસમાં આરોપીને પકડવા પોલીસે ફાયરિંગ કર્યાની ચર્ચા છે. આરોપી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. માંડવીના તડકેશ્વર ગામે પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. ત્રણ નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કર્યુ હતુ. પોલીસે ત્રણમાંથી બે આરોપીઓ પકડી લીધા હતા.
આ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા મળી આવતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું. આ અંગેની પોલીસને જાણ કરતા રાત્રે જ અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. હાલ આ કેસમાં પોલીસે બે આરોપીની ઓળખ કરી લઈ તેની ધરપકડ કરી છે.
ત્રીજા આરોપીની ઓળખ હજી બાકી છે. આરોપીઓ સામે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસમાં પોલીસે પીડિતાના મિત્રની પૂછપરછ કરીને વધારે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ સગીરા સાથે હાજર રહેલા યુવકને ઘટના સ્થળે લાવી અને સ્થળ પર જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા છે. FSL ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી.
આ પણ વાંચો: નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ નરાધમ હતો ભાગવાની તૈયારીમાં, પોલીસે દબોચી લીધો
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ આવો દેખાય છે આ નરાધમ…ઓળખી લો, સ્કેચ કરાયો જાહેર