કચ્છ/ ઠંડા પીણામાં નશીલી દવા પીવડાવી સગીરા પર સામૂહિક બળાત્કાર, ત્રણની ધરપકડ

કચ્છમાં નશો પીવડાવીને 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેનું ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાર યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. 

Top Stories Ahmedabad Gujarat

કચ્છમાં નશો પીવડાવીને 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેનું ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાર યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો.

સગીર બાળકી પર ઝાડીઓમાં સામુહિક બળાત્કાર, બેભાન હાલતમાં પડી, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
ગુજરાતના કચ્છ જિલ્લામાંથી સગીર બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 16 માર્ચના રોજ એક સગીર બાળકી ઝાડીઓ પાસે અર્ધનગ્ન અવસ્થામાં બેભાન હાલતમાં મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ સગીરા ખૂબ જ ડરી ગઈ હતી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પીડિતાએ પોલીસને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વાલજી વાઘરી નામના યુવકે તેને ઘરની બહાર બોલાવી, પછી તેનું અપહરણ કર્યું અને ભુજિયા ટેકરી પાસેની ઝાડીઓમાં લઈ ગયો. જ્યાં તેના ત્રણ મિત્રો પહેલાથી જ હાજર હતા. જેઓએ તેને ઠંડા પીણામાં નશીલી ગોળીઓ ભેળવી પીવડાવી હતી, ત્યારબાદ ચારેયએ તેની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. તે ક્યારે બેહોશ થઈ ગઈ અને તેની સાથે શું થયું, તે કંઈ જાણી શકી નહીં.

સ્થાનિક પોલીસ અધિક્ષક IPS સૌરભ સિંહે કહ્યું કે પોલીસે સામૂહિક બળાત્કારનો કેસ નોંધ્યા બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ચોથો આરોપી હજુ ફરાર છે. અને પોલીસ તેને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે પીડિતાને ન્યાય મળવો એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Afghanistan/ જો મદદ નહીં મળે તો અફઘાનિસ્તાનમાં 10 લાખ બાળકો ભૂખથી મરી જશે

Ukraine Crisis/ યુક્રેનની આઘાતજનક તસવીરઃ ડરને કારણે કૂતરો બન્યો લકવાગ્રસ્ત, તેને લાચારીમાં છોડતા રડ્યો શખ્સ

Photos/ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ તસવીરો