Not Set/ ગૌતમ ગંભીરે બીજેપી જોઇન કરતા જ ટ્વિટરમાં બદલ્યુ નામ

નવી દિલ્હી, લોકસભાની ચુંટણીની શરૂઆત થઇ ગઇ છે, સાથે ફિલ્મી કલાકારો અને સ્પોર્ટસ ખેલાડીઓ રાજનીતિમાં પોતાનો રસ ધરાવી રહ્યા છે. ક્રિકેટ જગતથી આવેલા ગૌતમ ગંભીર પણ રાજકારણમાં એન્ટ્રી લઇ ચુક્યા છે. તેમણે ભાજપ જોઇન કરવાની સાથે ટ્વિટરમાં પોતાનું નામ પણ બદલી નાખ્યુ છે. હવે તે ચોકીદાર ગૌતમ ગંભીર બની ગયા છે. पूर्वी दिल्ली लोकसभा के […]

Politics Sports

નવી દિલ્હી,

લોકસભાની ચુંટણીની શરૂઆત થઇ ગઇ છે, સાથે ફિલ્મી કલાકારો અને સ્પોર્ટસ ખેલાડીઓ રાજનીતિમાં પોતાનો રસ ધરાવી રહ્યા છે. ક્રિકેટ જગતથી આવેલા ગૌતમ ગંભીર પણ રાજકારણમાં એન્ટ્રી લઇ ચુક્યા છે. તેમણે ભાજપ જોઇન કરવાની સાથે ટ્વિટરમાં પોતાનું નામ પણ બદલી નાખ્યુ છે. હવે તે ચોકીદાર ગૌતમ ગંભીર બની ગયા છે.

ગૌતમ ગંભીર એક મહિના પહેલા બીજેપીમાં જોઇન થયા હતા. બીજેપી જોઇન કરવાની સાથે તેમણે વડાપ્રધાનનાં ચોકીદાર કેમ્પેનને આગળ વધારતા ટ્વિટરમાં પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ લખ્યો છે. ગૌતમ ગંભીર ક્રિકેટ સાથે જોડાવવાની સાથે હવે રાજકારણમાં પણ પોતાની કિસ્મત અજમાવવા જઇ રહ્યા છે. અહી એક તરફ ગૌતમ ગંભીરે પોતાના નામ આગળ ચોકીદાર શબ્દનો ઉમેરો કર્યો તો બીજી તરફ દિલ્હીથી ટિકીટ કપાયા બાદ સાંસદ ટિકીટ રાજે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી ચોકીદાર શબ્દને હટાવી દીધો છે. આ વખતની ચુંટણીમાં બૉક્સર, ક્રિકેટર અને ફિલ્મી જગતનાં કલાકારો ચુંટણી લડી રહ્યા છે. તથા તે તમામ પોતાનુ નામાંકન કરી ચુક્યા છે.

ગૌતમ ગંભીરને એક આક્રમક બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે, ત્યારે જોવાનુ રહેશે કે તે રાજકારણમાં કેવો તેવર અપનાવે છે.