ભારતીય ટીમનાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ઘણી ખરી વાતો કહી છે. હાલમાં ચાલી રહેલા ધોનીનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લેવાનાં મુદ્દા પર ગંભીરે પણ પોતાનો વિચાર રજૂ કર્યો છે. ગંભીરે રાજનીતિનો રસ્તો ભલે અપનાવ્યો છે પરંતુ તે ક્રિકેટથી જોડાયેલા ઘણા મુદ્દાઓ પર પોતાનો પક્ષ રાખતા આવ્યા છે. વિશ્વકપ 2019ની સેમીફાઈનલમાં મળેલી હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લેશે તેના પર સૌ કોઇની નજર રહી છે. તેવામાં વિરેન્દ્ર સહેવાગ બાદ ગૌતમ ગંભીરે પણ પોતાનો પક્ષ રાખ્યો છે.

ગંભીરનું માનવુ છે કે, એમ.એસ.ધોની હવે 38 વર્ષનાં થઇ ચુક્યા છે ત્યારે ઘણા દિગ્ગજ ક્રિકેટરોનું પણ માનવુ છે કે, હવે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિદાઇ લઇ લેવી જોઇએ. ગત વિશ્વકપમાં ધોનીની ધીમી બેટિંગનાં કારણે તેની ઘણી આલોચના થઇ હતી જેના કારણે તેની સન્યાસ લેવાની ચર્ચાને પણ વેગ મળ્યો હતો.

ગૌતમ ગંભીરે સીબી સીરીઝની વાત કરતા કહ્યુ કે, ધોનીએ 9 મેચોમાં 273 રન બનાવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેનો સ્ટાઇક રેટ માત્ર 87.78 રહ્યો હતો. જરૂરી છે કે તમે હવે ભવિષ્ય વિશે વિચારો. ગંભીરે કહ્યુ કે, મને હજુ પણ યાદ છે કે ઓસ્ટ્રેલિયામાં ધોનીએ સીબી સીરીઝથી પહેલા કહ્યુ હતુ કે, સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ અહી રમી શકે કારણ કે તે મેદાન મોટા હતા. તેમનુ માનવુ હતુ કે, આવનારા વિશ્વકપ માટે યુવા ક્રિકેટરોને ટીમમાં જગ્યા આપવામાં આવે. જેના પર પ્રેક્ટિકલ નિર્ણય લેવો જોઇએ ન કે ભાવુક થઇને.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટમાં સમય-સમય પર દિગ્ગજ ખેલાડીઓનો પણ રંગ ઉડતો રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને તેના કાર્યકાળનાં અંતિમ તબક્કામાં તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેવી જ રીતે યુવરાજને પણ પોતનુ કેરિયર સમાપ્ત કરવાનો સમય આવી ગયો હતો. આ ઉદાહરણ જોતા દિગ્ગજો પણ ધોનીને જલ્દી જ સન્યાસ લેવા સલાહ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
