INDvsAUS/ પહેલી ટેસ્ટમાં ખરાબ ફિલ્ડીંગનાં કારણે ભડક્યા ગાવાસ્કર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે સૂચન કર્યું છે કે, ભારતે પ્લેઈંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર સાથે સકારાત્મક નોંધ પર મેલબોર્ન ટેસ્ટ શરૂ કરવી જોઈએ…

Sports
Himmat Thakkar 37 પહેલી ટેસ્ટમાં ખરાબ ફિલ્ડીંગનાં કારણે ભડક્યા ગાવાસ્કર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે સૂચન કર્યું છે કે, ભારતે પ્લેઈંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર સાથે સકારાત્મક નોંધ પર મેલબોર્ન ટેસ્ટ શરૂ કરવી જોઈએ, નહીં તો તેઓ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 4-0 થી હારી શકે છે.

Cricket, Australia vs India 2020, first Test result, burning questions,  Adelaide Oval, Tim Paine, Matthew Wade, Joe Burns, Virat Kohli | Fox Sports

આપને જણાવી દઇએ કે, સુનિલ ગાવસ્કરે શનિવારે સ્પોર્ટ્સ ટોકને કહ્યું, “ભારતે મેલબોર્ન ટેસ્ટની શરૂઆત સારી રીતે કરવી જોઈએ. તેમના માટે મેદાન પર સકારાત્મકતા સાથે આવવું મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની નબળાઇ તેમની બેટિંગ છે.” જો આપણે આપણા કેચને સારી રીતે પકડ્યા હોત અને સારી ફિલ્ડ પ્લેસમેન્ટ કરી હોત તો કદાચ આ સમસ્યા ન હોત. ટિમ પેન અને મારનસ લેબુસ્ચગ્ને વહેલી તકે આઉટ થયા હોત. આપણે 120 રનની લીડ મેળવી શક્યા હોત. ગાવસ્કરે કેચ છોડતાં કહ્યું કે, કેચ છોડવાના કારણથી તેમને 5૦ રનની લીડ મળી હતી. ‘ભારતને તે માનવું પડશે કે તેઓ ટેસ્ટ સિરીઝની બાકીની મેચમાં વાપસી કરી શકે છે. જો ભારતને સકારાત્મકતા નહી મળે તો શ્રેણીમાં 4-૦ થી હાર થઈ શકે છે.

KL Rahul Should Open The Innings With Mayank Agarwal - ANN

સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટેસ્ટ ટીમનાં સંયોજન વિશે વાત કરતા કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, કે.એલ.રાહુલ ઓપનિંગ કરે અને શુભમન ગિલ બેટિંગ નંબર-5 અથવા નંબર-6 પર આવે. “ભારત 2 બદલાવ કરી રહ્યું છે. સૌથી પહેલા, રાહુલને પૃથ્વી શો ની જગ્યાએ ઓપનર તરીકે બદલાવો જોઈએ. નંબર 5 અથવા નંબર 6 પર શુભમન ગિલને આવવું જોઈએ. તેમનો ફોર્મ સારો રહ્યો છે. જો આપણી શરૂઆત સારી હોત તો સ્થિતિ બદલી શકાય છે.

ભારતીય ટીમના કોચ દ્રવિડને બનાવો, ટીમ ઈંડિયાના ધબડકા બાદ રવિ શાસ્ત્રી થયા ટ્રોલ

ભારતનાં ખરાબ પ્રદર્શનથી સેહવાગ નારાજ, ટ્વીટમાં ઉડાવી ટીમ ઈન્ડિયાની મઝાક

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો