આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF એ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી ઘટાડીને 4.8 ટકા કરી દીધી છે. આઇએમએફ 2021 માં 6.5 ટકાનાં વિકાસ દરની આગાહી કરી હતી. આ સાથે જ આ અંદાજ બાદ કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું કે, હવે મોદી સરકારનાં મંત્રી આઇએમએફ અને મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને નિશાનો બનાવશે.
આઈએમએફનાં જીડીપીનાં અંદાજ અંગે પી.ચિદમ્બરમે કહ્યું કે, ‘આઈએમએફનાં ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ પણ એવા લોકોમાંના એક હતા, જેમણે નોટબંધીની ટીકા કરી હતી. મને લાગે છે કે આપણે આઇએમએફ અને ગીતા ગોપીનાથ પર મોદી સરકારનાં મંત્રીઓનાં હુમલા માટે પોતાને તૈયાર કરવા જોઈએ. તેમણે કહ્યું કે, તમામ પ્રયત્નો છતાં જીડીપી 4.8 ટકા રહેશે અને જો તેમાં ઘટાડો આવે તો કોઇ નવાઈ નહીં.
IMF Chief Economist Gita Gopinath was one of the first to denounce demonetisation.
I suppose we must prepare ourselves for an attack by government ministers on the IMF and Dr Gita Gopinath.
— P. Chidambaram (@PChidambaram_IN) January 21, 2020
જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી વૃદ્ધિનાં અંદાજમાં 160 બેસિસ પોઇન્ટ એટલે કે 1.6 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત, નાણાકીય વર્ષ 2020-21 માટે, જીડીપી ગ્રોથ 120 બેસિસ પોઇન્ટ એટલે કે 1.20 ટકા ઘટાડીને 7 ટકાથી 5.8 ટકા કરવામાં આવેલ છે. આઇએમએફએ દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક દરમિયાન ભારતનાં જીડીપી પર એક અંદાજ જાહેર કર્યો હતો.
અગાઉ, આઇએમએફએ ચાલુ નાણાકીય વર્ષમાં 6.1 ટકા વૃદ્ધિનો અંદાજ બહાર પાડ્યો હતો. આઈએમએફનાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકનાં અહેવાલમાં જણાવાયું છે કે, ભારતનાં નોન-બેંકિંગ નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલીઓને કારણે સ્થાનિક માંગમાં તીવ્ર ઘટાડો થયો છે અને ક્રેડિટ વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. આઇએમએફનાં ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ સેક્ટરમાં નરમાઈ અને ગ્રામીણ આવકમાં નબળા વૃદ્ધિને કારણે ભારતનાં આર્થિક વિકાસ દરનાં અંદાજને ઓછો કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
