વિશ્વ યુદ્ધને કારણે આ દેશ સંપૂર્ણ કંગાળ થઈ ગયો હતો, પરંતુ આજે તે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં ગણાય છે. આ દેશમાં વાહન ચલાવતા જો ઇંધણ ખત્મ થઇ જાય તો ગુનો માનવામાં આવે છે.
જર્મની એક એવો દેશ છે જ્યાં તમે હાઇવે પર વધુ ઝડપે વાહન ચલાવી શકો છો. જર્મનીમાં વાહનની ગતિ માટે સજાની જોગવાઈ નથી, પરંતુ જો તમારા વાહનનું પેટ્રોલ ખત્મ થઇ જાય તો તે ગુનો માનવામાં આવશે. આ માટે તમને સજા અથવા દંડ થઈ શકે છે.

સામાન્ય રીતે લોકો કોઈને કોલ કરે છે અથવા ફોન ઉપાડે છે, તેઓ પહેલા ‘હેલો’ કહે છે અને પછી વાત કરવાનું શરૂ કરે છે, પરંતુ અહીંના લોકો ફોન પર હેલો કહેવાને બદલે સીધા જ પોતાનું નામ કહીને વાત કરવાનું શરૂ કરે છે.
વિશ્વમાં જર્મનીમાં સૌથી વધુ ઝુ સંગ્રહાલય છે. આ સિવાય ત્યા વિશ્વનું સૌથી ઉંચુ ચર્ચ પણ છે, જેને ‘ઉલમ મિંસ્ટર’ નામ આપવામાં આવ્યું છે.

વિશ્વનું પહેલું મેગેઝિન 1663 એડીમાં જર્મનીમાં પ્રકાશિત થયું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધુ પુસ્તકો છાપનારા દેશોની યાદીમાં જર્મનીનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે અહીં 94 હજારથી વધુ પુસ્તકો પ્રકાશિત થાય છે.
સામાન્ય રીતે ભારત સહિતના ઘણા દેશોમાં, લોકો તેમના જન્મદિવસની શુભેચ્છાઓ એડવાન્સમાં આપે છે, પરંતુ જર્મનીમાં તે બેડલક માનવામાં આવે છે. અહીંના લોકો ફક્ત તેમના જન્મદિવસ પર કોઈને અભિનંદન આપે છે અથવા શુભેચ્છાઓ આપે છે.
